Vadodara

શહેરના ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્નાનયાત્રા યોજાઈ..

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્નાનયાત્રા યોજાઈ હતી.જેમાં પવિત્ર નદીઓના જળથી જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજી પર અભિષેક કરવામાં આવ્યો હતો.

શહેરના ગોત્રી હરિનગર ચારરસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિરમાં યોજાયેલ સ્નાન યાત્રામાં ભગવાન જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજીને ગંગા, નર્મદા અને મહીસાગરના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એક હજારથી વધુ વાનગીનો ભોગ ધરાવવામા આવ્યો હતો. આ સમારોહમાં વડોદરા શહેરના સાંસદ ,મ્યુનિસિપલ કાઉન્સિલરો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિગીતોનું ગાન તથા ધૂન સાથે જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજી ભગવાનને ગંગા, નર્મદા અને મહીસાગરના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો.
જેઠ પૂર્ણિમાના દિવસે પ્રભુને શાહી સ્નાન કરાવ્યા બાદ માન્યતા છે કે પ્રભુ અસ્વસ્થ થઈ જાય છે. અને 15 દિવસ સુધી પ્રભુના દર્શન બંધ થઈ જાય છે. જ્યારે અષાઢી બીજે ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને જગન્નાથજીની રથયાત્રા યોજાશે.

Most Popular

To Top