Vadodara

શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ભાગતો ફરતો રીઢો આરોપી ઝડપાયો

શહેરના આજવારોડ દશાલાડ ભવન પાસેથી આરોપીને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 28

શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમે શહેરના આજવારોડ પાસે આવેલા દશાલાડભવન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી જશુ સિંગ ઉર્ફે ચિન્ટુ સિંગ રાણા સિંગ તિલપીતીયા (શિકલીગર)સામે અગાઉ ઘરફોડ અને વાહન ચોરીના સાત ગુનામાં પકડાયો હતો અને તેને તડીપાર પણ કરાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કારેલીબાગ વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતા ફરતા આરોપી જશુસિંગ ઉર્ફે ચિન્ટુસિંગ રાણાસિંગ તિલપીતીયા (શિકલીગર) રહે. આજવારોડ,એકતાનગર ઝૂંપડપટ્ટી ને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે તેની આજવારોડ ખાતેના દશાલાડ ભવન પાસેથી ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન તે ઘરફોડ ચોરી વાહન ચોરીના ગુનામાં ભાગતો ફરતો હોવાનું જાણવા મળતાં તેને કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રીઢા ગુનેગાર જશુસિંગ સિકલીગર સામે અગાઉ ઘરફોડ ચોરી અને વાહન ચોરી તથા હદપાર હૂકમના ભંગ મળી કુલ -07 ગુનાઓમાં પકડાયેલો હોવાનું તથા એક વખત શહેરમાંથી હદ પાર કરાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top