Vadodara

શહેરના અકોટા વિસ્તારમાં રાત્રે 11વાગ્યે ડીજે વગાડતાં પોલીસે સાઉન્ડ સિસ્ટમ જપ્ત કર્યું

આશરે રૂ.80,000નુ સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા.01

શહેરના અકોટા વિસ્તારમાં આવેલા મિર્ઝા કોલોનીમાં રાત્રે અગિયાર વાગ્યે ડીજે વાગી રહ્યું હોવાની પોલીસ કંટ્રોલ રૂમને કોઇ નાગરિકે જાણ કરતાં અકોટા પોલીસે મિર્ઝા કોલોની ખાતેથી આશરે રૂ.80,000ની કિંમતના સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી સંચાલક સામે જાહેરનામાના ઉલ્લંઘન કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ કંટ્રોલ રૂમને એક નાગરિકે કરેલી જાણ મુજબ અકોટા પોલીસે ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:06 કલાકે અકોટા પોલીસ લાઇન સામે આવેલા મિર્ઝા કોલોનીમાં ડી જે.વાગી રહ્યું હોય પોલીસે તપાસ કરતાં મિર્ઝા કોલોની ખાતે ખુલ્લા ગ્રાઉન્ડમાં સાઉન્ડ સિસ્ટમ વાગી રહ્યો હોય ઓપરેટરને પૂછતાં તેણે પોતાનું નામ જયેશભાઇ અશોકભાઇ માળી હોવાનું તથા તે નવાપુરા માળી મહોલ્લામાં રહેતા હોવાનું જણાવ્યું હતું પોલીસે રાત્રે દસ વાગ્યા પછી સાઉન્ડ સિસ્ટમ વગાડવાની પરવાનગી માંગતા તેની પાસેથી આવી કોઈ પરવાનગી ન હતી જેથી પોલીસે જાહેરનામાં ભંગ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ આશરે રૂ.80,000ની કિંમતના સાઉન્ડ સિસ્ટમ કબ્જે કરી ઓપરેટર સામે બી.એન.એસ.કલમ 223 તથા જી.પી.એક્ટ કલમ 131,135મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top