Charchapatra

શરાબ પીવો સારો કે ખરાબ? થોડી લોજીકલ દલીલ

આજકલ વોટ્સએપ યુનિવર્સિટી પર કેટલાય એવા વીડિયો જોવા મળે છે કે રોજ રાત્રે વ્હિસ્કિ પીવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. તમે મરો ત્યાં સુધી તંદુરસ્ત રહી શકો. યુ-ટયૂબનાં માધ્યમથી આવી વીડિયો બનાવીને શરાબ બનાવનારી કંપનીઓ શરાબના ધંધાનું વિસ્તરણ કરી રહી છે. અને આજની યુવા પેઢીનું ભવિષ્ય તબાહ કરી રહી છે! ભારતમાં શરાબને નશાયુકત કરવા ‘મિથેલોન’ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જેનો યોગ્ય પ્રયોગ એક પ્રકારનું ઝહેર સાબિત થાય છે પરંતુ આ પ્રવાહીને સારી ગુણવત્તા કે તેનાં યોગ્ય પ્રમાણ પર કાળજી રાખવામાં આવે તો નશા સિવાય કોઇ વધુ આડઅસર શરીર પર થતી નથી.

જયારથી ભાજપની ભ્રષ્ટ સરકારનો પડછાયો દેશ પર પડયો છે ત્યારથી 100 માંથી 95 ચીજવસ્તુઓમાં ભેળસેળ થાય છે. જેમાં શરાબ પણ બાકી રહી નથી અને તેઓને હપ્તા કે ચૂંટણી ફંડ આપો તો ધોળે દિવસે ઝહેર પણ વેચવા દેવામાં આવે છે. આજની તારીખમાં આખા ભારતમાં જે શરાબ બને છે તે એકદમ હલકી કક્ષાના ‘મિથેલોન’માંથી બનાવવામાં આવે છે, એ પછી 500 રૂ. ની બાટલી હોય કે 5000 રૂ.ની સુરત (ગેરકાયદેસર) હોય કે દબાણ, દિવ હોય કે દિલ્લી સમયાનુસાર આડઅસર તો કરે ને કરે જ છે! આ શરાબ પીધા પછી થતી કેટલીક આડઅસરો 45 કે 50ની ઉંમર પછી કેટલાક વ્યકિતઓમાં જોવા મળે છે. જયારે તેઓની રોગ પ્રતિકારક શકિત ઓછી થઇ ગઇ હોય છે.

વધુ નશાથી ફેફસામાં કાણા પડીને પાકી જવા કફ વધી જવાથી શ્વાસ લેવામાં તકલીફ થવી, શરીર લકવો મારી જવો, તાત્કાલિક સારવાર મળી જાય તો સારું તો થઇ જાય પણ શરીરમાં ખોડખાંપણ રહી જાય. 90 ટકા શરાબ પીનારા લોકો ઠંડો શરાબ પીવાનું પસંદ કરતા હોય છે અને તેનાં પરિણામે હલકી ગુણવત્તા વાળું ‘મિથેલોન’ ગળાની સ્વર પેટી પર અસર કરે છે અને સ્વર પેટીમાં લકવો મારી જાય છે.

પીડિતને તાત્કાલિક સારવાર ન મળે તો આંખનાં ડોળા પણ ખેંચાઇ શકે છે! કદી જોયું છે કે સરકારનાં કૂડ સેફટી વિભાગે શરાબનું સેમ્પલ લઇ તેને પીવાને ગેરલાકય ઠરાવી હોય ? શરાબ બનાવતી કંપની પર અયોગ્ય ભેળસેળનો કેસ કર્યો હોય ? આ ચોરોથી ભરેલા દેશમાં ગુણવત્તાની કિંમત છે ત્યાં ‘મિથેલોન’ નહીં પરંતુ ‘ઇથેલોન’ નામનું પ્રવાહી વાપરવામાં આવે છે જેની મિલાવત પણ નશા માટે થાય છે પણ તેનું યોગ્ય પ્રમાણ અને સારી ગુણવત્તા હોવાને કારણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હોઈ શકે છે. સૌ પોતપોતાની મરજીનાં માલિક છે શરાબ પીવો કે ન પીવો એ પણ દરેકની મરજીની વાત છે, પરંતુ જે દેશના દૂધમાં મિલાવટ થતી હોય તે દેશનાં દારૂમાં?
સુરત     – સુર્યાવાલા કિરણ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top