Vadodara

વ્રજધામમાં વ્રજ પેલેસ અતિથિ ભવન તથા સર્વોત્તમ બેન્કવેટ હોલનું ઉદ્ધાટન

વ્રજધમથી શ્રીનાથજીની એસી વોલ્વો બસ દોડાવવાની જાહેરાત

વલ્લભ કુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય.પાદ .ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં તેમજ મંગલ સાનિધ્યમાં શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત વ્રજ પેલેસ અતિથિ ભવન તથા સર્વોત્તમ બેન્કવેટ હોલનું મંગલ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વ્રજ પેલેસ અતિથિ ભવન અને સર્વોત્તમ બેન્કવેટ હોલ ની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશ-વિદેશના ભાવિકજનોની સુવિધા અર્થે અદ્યતન સુવિધા માટે અતિથિ ભવન તથા બેન્કવેટ હોલ નું નિર્માણ કરવામાં આવ્યુ છે. તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૪ ને રવિવારે Isha Thakarar’s Krishna Kids School નુ ઉદ્ધાટન તથા ભક્તિ સંગીત સંધ્યા સહિત વડોદરા શહેરના નાગરિકો દ્વારા પસંદ કરેલા લોકલાડીલા સાંસદ અને VYO ના પ્રમુખ ડૉ. હેમાંગ જોશી ની ઉપસ્થિતિમાં સપત વિધિ યોજાશે.

આજરોજ તા.19 જુલાઈ૨૦૨૪ ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિભવન તથા બેન્કવેટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, . આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્યશ્રી સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

દેશ – વિદેશના ભાવિકજનો જયારે આ આધ્યાત્મિક સંકુલમાં શ્રીપ્રભુ સાનિધ્યમાં નિવાસનો અલૌકિક લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરતાં આવ્યા છે અને એની સંખ્યમાં સતત વધારો થતાં સૌ ભાવિકજનોની સુવીધાર અર્થે નવનુતન અદ્યતન સુવિધા સાથે નવનુતન વ્રજપેલેસ અતિથિ ભવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. અદ્યતન સુવિધાઓથી સભર 20 Luxurious રૂમ તથા સ્યુટ સાથે વ્રજપેલેસ અતિથિ ભવન દેશ – વિદેશના ભાવિકજનોને આધ્યાત્મિક સંકુલમાં શ્રીપ્રભુના સાનિધ્યમાં અલૌકિક નિવાસનો અવસર પૂરો પાડશે.

મુખ્ય અતિથિ તરીકે આવેલા સંઘવી ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી દ્વારા વલ્લભાધીશ કી જય બોલાવી શરૂઆત કરી પુજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર જી મહોદય શ્રી ને કોટી કોટી વંદન કર્યા અને નાગરિકોને બે હાથ જોડીને વંદન કર્યા હતા, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો, કોરોના કાર્ડ સમય VYO ની સેવાકીય કામગીરી યાદ તાજી કરી હતી , VYO ના યુવા કાર્યકરો દ્વારા પોતાના જીવ ને જોખમ માં મુકી હજારો નાગરીકોના જીવ બચાવ્યા હતા તે કાર્ય ને યાદ કરી આગામી દિવસોમાં આવી જ સેવાકિય પ્રવૃત્તિ કાયમ રહે તે માટે સરકાર સાથે રહેશે તેમ જણાવ્યું હતુ, વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ગૃહ મંત્રી સાથે વાહન વ્યવહાર મંત્રી પણ છે જેના કારણે વડોદરાથી વૈષ્ણવ સમાજ તથા અન્ય નાગરિકો માટે AC વોલ્વો બસ શ્રીનાથજી દર્શન કરવા વ્રજધામ સંકુલથી નીકળે તે માટેની વ્યવસ્થા નું એલાન કર્યું હતું. ભવિષ્યમાં વૈષ્ણવ સમાજ અને સરકાર સાથે મળીને સમાજને બચાવવાનું કાર્ય કરીશું તેમ જણાવ્યું હતું.


પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી ના આશીરવચન ની શરૂઆત કૃષ્ણનાદ તથા વલ્લભાધીશ કી જય સાથે કરવામાં આવી હતી,

વ્રજધામ સંકુલમાં આવેલા મહાનુભવોનો તથા ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.

“મોર પીછાં વગર ના શોભે”

કહ્યું હતું કે , સ્ટેજ ઉપર મહાઅનુભવો હોય તો સ્ટેજની શોભા વધે તેવી જ રીતે મહાનુભવોને સાંભળવા ભક્તો આવી પહોંચે તે આનંદનો વિષય છે.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વ્રજ પેલેસ અતિથિ ભવન અને સર્વોત્તમ બેન્કવેટ હોલ ઠાકોરજી નુ છે અને તમે ઠાકોરજીના આમંત્રણ પર પધાર્યા છો તો ઠાકોરજી ચોક્કસ તમારા પ્રસંગે તમારા ઘરે આવશે. તમારી ઉપસ્થિતિની નોંધ ઠાકોરજી દ્વારા લેવામાં આવી છે, વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ગુજરાતનું શ્રેષ્ઠ સંકુલ છે, વૈષ્ણવોની શક્તિ અને ભક્તિ જ્યારે જરૂર હોય ત્યારે એક સાથે હોવી ખૂબ જરૂરી છે, ૨૫ વર્ષ પેહલા જ્યાં જંગલ હતું ત્યાં અત્યારે મંગલમય આધ્યાત્મિક સંકુલધામ છે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલના વિસ્તાર નો વિકાસ માટેનો શ્રેય આધ્યાત્મિક સંકુલ ધામને આપવો જરૂરી છે, ગુજરાતનું એકમાત્ર એવું કેમ્પસ જેમાં ૪૦ જેટલા રૂમ, રેસ્ટોરન્ટ, પ્રી સ્કૂલ, ફિઝિયોથેરાપી અને ગૌશાળા ઉપસ્થિત છે. ગુજરાતમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ એક અનોખા સંકુલ તરીકે હવે ઓળખાશે. આગામી દિવસોમાં દર છ મહિને સાત દિવસ માટે વૈષ્ણવ સમાજ ના ભકતો માટે શિબિર , મેડીટેશન અને મૌન તથા સત્સંગનું આયોજન કરવામાં આવશે. તમામ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન અગાઉથી જ કરવામાં આવશે, ભવિષ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ટુરિસ્ટ મથક બનશે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ એ ઠાકોરજીનું અતિપ્રિય છે અને પ્રભુના ઘરમાં રહેવું એ એક સૌભાગ્યની વાત છે, સફળતા મેળવવી એ મુશ્કેલ છે અને સફળતા દરેક દિવસ સાથે સંકળાયેલી છે.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે નવનિર્મિત વ્રજ પેલેસ અતિથિ ભવન તથા સર્વોત્તમ બેન્કવેટ હોલ ના ઉદ્ઘાટન કાર્યક્રમ માં મુખ્ય અતિથિ હર્ષભાઈ સંઘવી – ગૃહમંત્રી ગુજરાત અને અતિથિ વિશેષ તરીકે વિજયભાઈ શાહ (વડોદરા શહેર BJP અધ્યક્ષ), પિન્કીબેન સોની (મેયર ), ચિરાગ બારોટ (ડે. મેયર)
ડૉ. શીતલ મિસ્ત્રી (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન) , બાલું શુક્લ (મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા), ડૉ. હેમાંગ જોશી ( સાંસદ / VYO પ્રમુખ), રંજનબેન ભટ્ટ પુર્વ સાંસદ વડોદરા, કેયુરભાઈ રોકડિયા ધારાસભ્ય, મનિષાબેન વકીલ ધારાસભ્ય , શૈલેષભાઈ સોટા ધારાસભ્ય સહિત ડૉ.મિતેશ શાહ, હર્ષભાઈ શાહ સિમિતભાઈ શાહ, સરગમભાઈ ગુપ્તા, દર્શનભાઈ બેન્કર, પારુલબેન બેન્કર ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top