Vadodara

વોર્ડ-1 માં પાણીની સમસ્યાનો ઉકેલ નહિ આવતા કોર્પોરેટર ટાંકી નીચે ધરણાં પર બેઠા

સમસ્યા નહિ ઉકેલાય તો પાલિકાના પદાધિકારીઓના ઘરે ધરણાં કરીશું: જહા ભરવાડ

વડોદરા શહેરના વોર્ડ ૧ માં ટીપી ૧૩ માં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હોવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા સ્થાનિક કોર્પોરેટરો પાણીની ટાંકી નીચે ધરણાં પર બેઠા હતા.


વડોદરા શહેરના વોર્ડ નંબર એક ટીપી ૧૩ માં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમય થી જસ્ ની તસ છે. જેના કારણે સ્થાનિક કોર્પોરેટર ટીપી ૧૩ પાણીની ટાંકી નીચે ધરણા પર બેઠા હતા. સ્થાનિક કોર્પોરેટરો જાહ ભરવાડ અને હરીશભાઈ પટેલનું કહેવું છે કે કોર્પોરેશન ની સભામાં પણ વારંવાર રજૂઆત કર્યાં છતાં અમારા વિસ્તારમાં છેલ્લા ૨૦ થી ૨૫ દિવસ lથી પાણી ની સમસ્યા સર્જાઈ છે. પૂરતું પાણી નથી મળતું . પાણી જે આવે છે એ પ્રેશર માં નથી મળતું. સાથે સાથે જે પાણી આવે છે એ ગંદુ અને દુર્ગંધ વાળુ આવે છે . ટીપી ૧૩ના સ્થાનિકો અમને રોજ ફોન કરે કે પાણી નથી આવતું અને અમે આ રજૂઆત વારંવાર પાલિકાના અધિકારીઓને કરી. કમિશ્નરને કહ્યુ તોપણ કોઈ ધ્યાન નથી આપતા. જેથી આજરોજ અમે પાણીની ટાંકી નીચે ધરણાં પર બેઠા છીએ. જો ચોવીસ કલાકમાં ટીપી તેર માં પાણીની વ્યવસ્થા નહિ કરવામાં આવે તો પાલિકાના પદાધિકારીઓના ઘરે જઈને ધરણાં કરીશું. જ્યાં ૩૫૦ના પ્રેશરથી પાણી આવવું જોઈએ એની જગ્યાએ માત્ર ૧૫ના પ્રેશરથી પાણી આવે છે. લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે. અમે કોર્પોરેશનના અધિકારી પાણીની સમસ્યાનું નિરાકરણ નહિ લાવે તો ઉગ્ર આંદોલન કરીશું. સાથે સાથે એવી ચીમકી પણ આપી હતી અધિકારીઓના કપડા પણ ફાડી નાખીશું. હજારોની સંખ્યામાં ટીપી ૧૩ના રહેવાસી એકઠા થઇ મોટું આંદોલન કરીશું. વધુમાં જાહ ભરવાડે જણાવ્યા હતું કે પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. ત્યારે છેલ્લા ૨૫ દિવસથી રજૂઆત કર્યાં પછી પણ જો અધિકારીઓની ઊંઘ નહિ ઉડે તો જોવા જેવી થશે.

Most Popular

To Top