Vadodara

વોર્ડ ઓફિસની નવી બિલ્ડિંગનાં ઉદ્ઘાટન સમયે ધારાસભ્યએ જાહેરમાં અધિકારીનો ઉધડો લીધો..

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસના ઉદ્ઘાટન સમયે બિલ્ડીંગમાં નિયમો પ્રમાણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં નહીં આવતા સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ અધિકારીનો ઉધડો લીધો હતો, જેથી વિવાદ સર્જાયો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વોર્ડના સ્થાને ચૂંટણી વોર્ડ પ્રમાણે કુલ 19 વહીવટી વોર્ડ કરવામાં આવ્યા હતા.જેમાં કેટલીક જગ્યાએ નવી વૉર્ડ ઓફિસ બનાવવાની બાકી હતી. હવે તે મોડે મોડેથી શરૂ થઈ છે. જેમાં આજે રૂપિયા 2 કરોડના ખર્ચે વોર્ડ નંબર એકની વોર્ડ ઓફિસના ઉદઘાટન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરે પાર્કિંગ અને વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા નવી ઇમારતમાં રાખવામાં આવી જ નથી. જેથી તાત્કાલિક અસરથી આ સિસ્ટમ અને પાર્કિંગની સુવિધા માટે શેડ લગાડવામાં આવે તેવી માંગણી કરી હતી.
આ રજૂઆત દરમિયાન સયાજીગંજના ભાજપના ધારાસભ્ય કેયુર રોકડીયાએ અધિકારીને આ બાબત પૂછી હતી. પરંતુ અધિકારીએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી નથી તેમ જણાવતા ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા. અને તું તું મેં મે કરી અધિકારીને ખખડાવી નાખ્યા હતા. ધારાસભ્યએ કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિને ખખડાવતા જણાવ્યું હતું કે નવી ઈમારત બનાવવામાં આવે તેમાં કોઈપણ નિષ્કાળથી રાખવાની હોય નહીં નિયમ પ્રમાણે જીડીસીઆરના નિયમોના અમલ કર્યા પછી પણ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી નથી તે યોગ્ય બાબત નથી.

Most Popular

To Top