Vadodara

વોર્ડ,નં 13ના કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવની સફાઈ મુદ્દે સામાજિક કાર્યકર્તાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલો

શહેરના ઇલેક્શન વોર્ડ નં 13મા આવેલ કાશીવિશ્વનાથ મંદિર પાસેના તળાવના પાણીના નિકાલ ની જગ્યાએ ઝાડી ઝાંખરા ની સફાઇ પાલિકા દ્વારા ન કરાતાં સામાજિક કાર્યકર દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો

હાલમાં રાજ્યમાં રાબેતામુજબ ચોમાસું શરૂ થઇ ગયું છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી તા 27 જૂન સુધી રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આ વર્ષે પાલિકા તંત્ર દ્વારા શહેરના ઇલેક્શન વોર્ડ નં 13 મા આવેલા કાશીવિશ્વનાથ મંદિર પાસેના તળાવના વરસાદી પાણીના નિકાલ ની જગ્યાએ તથા તળાવ ની યોગ્ય રીતે સફાઇ ન કરાઇ હોવાના આક્ષેપો સાથે એક સામાજિક કાર્યકરે ઉડાવ્યા સવાલો. વર્ષોથી કાશીવિશ્વનાથ મંદિર પાસેના તળાવમાં વરસાદી પાણી ભરાતાં રાજસતંભ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણીથી ચોમાસામાં નુકસાન થાય છે અહીં ધારાસભ્યો,મેયર સાંસદો આવે છે જોઇને જાય છે તથા દરવર્ષે તળાવ અને વરસાદી પાણીના નિકાલ ની જગ્યાએ સાફસફાઈ કરાય છે પરંતુ આ વર્ષે અહીં તળાવ કે વરસાદી નિકાલના સ્થળોએ ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે તેની સફાઇ ન કરાતાં સામાજિક કાર્યકર દ્વારા ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરવામાં આવ્યા છે.

Most Popular

To Top