– વ્રજધામ સંકુલ માંજલપુર ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાવિકજનોએ પૂજ્ય વ્રજરાજકુમારજીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
– પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર માર્કંડેય પૂજન કાર્યક્રમ વિધિમાં શ્રીવલ્લભકુલ પરિવાર સહીત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
– શહેરની અનેક સામાજિક,શૈક્ષણિક તથા સેવાભાવી સંસ્થાઓના હોદેદારો, શ્રેષ્ઠીજનો તેમજ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ દ્વારા પૂજ્ય મહારાજશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું
– શ્રીઠાકોરજી સુખાર્થે શ્રીગોવર્ધન તરેટીમાં શ્રીયમુનાજી દીપદાન મનોરથના દર્શન કરીને સૌ ભાવિકજનો ભાવવિભોર બન્યા
વિશ્વભરમાં સેવા સ્નેહ અને સમર્પણના માર્ગે સમાજને અગ્રેસર કરવા અને યુવા જાગૃતિને પરમ લક્ષ્યમાં અંકિત કરીને જીવનને સનાતન વૈદિક ધર્મની સુવાસને ચોતરફ પ્રસારિત કરવા તથા માનવતા અને સામાજિક સમરસતા અર્થે જેમને જીવન સમર્પિત કર્યું છે એવા વિશ્વના લાખો યુવાનોના પ્રેરણા બળ શ્રીવલ્લભકુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજીના 3૯ મંગલ જન્મ દિવસની ઉજવણી આજરોજ વ્રજધામ સંકુલ,માંજલપુર ખાતે સંપન્ન થઇ હતી.
આ પ્રસંગે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર માર્કંડેય પૂજન સંપર્ણ થયું હતું જેમાં શ્રીવલ્લભકુલ પરિવાર સહીત શહેરના અગ્રગણીય મહાનુભાવો સહીત વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભક્તિગીતોની રમઝટ જામી હતી જેમાં શ્રીકૃષ્ણ ભક્તિ ગીતોથી પૂજ્ય મહારાજશ્રીના જન્મ દિવસને વધાવવામાં આવ્યો હતો.