આગામી દિવસોમાં હિટવેવ સાથે ગરમીનો પ્રકોપ જોવા મળશે
( પ્રતિનિધિ) વડોદરા તા.21
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે વાતાવરણમાં આવેલા બદલાવને લીધે સોમવારે શહેરના મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો જેના કારણે હિટવેવ સાથે આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.
હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દેશના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી વર્તાઇ રહી છે જ્યારે હિમાચલ પ્રદેશ, તામીલનાડુ, જમ્મુ કાશ્મીર સહિતના ઉત્તરીય ભાગોમાં વરસાદ, વાવાઝોડું અને તીવ્ર પવનો ફૂકાઇ રહ્યા છે.છેલ્લા ત્રણેક દિવસથી વડોદરા શહેર સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનો પારો 40ડિગ્રી થી નીચે રહેતાં લોકોને ગરમીથી આંશિક રાહત જોવા મળી હતી પરંતુ ફરી એકવાર ગરમીનો પારો 40ડિગ્રી પર પહોંચી ગયો છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.શહેરમા સોમવારે મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 10% યથાવત જોવા મળ્યું હતું. ગરમીની સાથે સાથે હિટવેવ પણ જોવા મળી રહ્યું છે બપોરે અંગ દઝાડતી ગરમીનો અનુભવ થતાં લોકો કામ વિના બહાર નિકળવાનું ટાળ્યું હતું. હાલમાં ઉલટી આવવી ચક્કર આવવા તથા માથું દુખવું જેવા ગરમીમાં દર્દીઓ જોવા મળી રહ્યાં છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરોગના દવાખાનામાં કમળાના ત્રીસ જેટલા દર્દીઓ સારવાર માટે દાખલ કરાયાં છે જ્યારે ઓપીડીમા દરરોજના સરેરાશ ત્રણ થી પાંચ દર્દીઓ ઝાડા ઉલટી ના નોંધાયા છે બીજી તરફ શહેરમાં હિટવેવને લઈ એસ.એસ.જી.હોસ્પિટલમા અત્યાર સુધીમાં કોઈ અલાયદા બનાવેલ હિટવેવના વોર્ડમાં દર્દીઓ નોંધાયા નથી. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે શહેરના હોસ્પિટલ પ્રશાસન પણ સજ્જ છે. સોમવારે ગુજરાતના રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 42.0 ડિગ્રી સે.અમરેલીમા 41.6 ડિગ્રી સે., ભૂજમાં 41.1ડિગ્રી સે., અમદાવાદમાં 40.7ડિગ્રી સે, ગાંધીનગરમાં 40.5ડિગ્રી સે તથા વડોદરામાં 40.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.