પાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર ઓનલાઈન વેરો ભરી શકાશે
પાલિકા દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં રજાના દિવસે પણ લોકો વેરો ભરી શકે તે માટે વોર્ડ કચેરી ખુલ્લી રાખવાની જાહેરાત કરાઈ છે. રહેણાક-બિન રહેણાક મિલકતો માટે પાછલા વર્ષના બાકી વ્યાજ પર 80 ટકા રિબેટ આપવાની યોજના 31 માર્ચ સુધી અમલમાં મૂકાઈ છે.
2024-25 નો મિલકત વેરો ભરવાનો બાકી હોય તેવા તમામ મિલક્તદારો દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અગાઉના બાકી વેરાની તમામ રકમ ભરપાઈ કરવામાં આવશે તો મિલકત વેરામાં રાહત આપવાની જાહેરાત કરાઈ છે. 2024-25ના વર્ષનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા આજીવન વાહન કર બાકી હોય તેવા કરદાતા ચાલુ વર્ષ દરમિયાન બાકી વેરાની રકમ ભરી શકે અને વ્યાજ વળતર યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે હેતુથી ફેબ્રુઆરીમાં બીજો અને ચોથો શનિવાર અને 4 રવિવાર અને 26મીની જાહેર રજાના દિવસે તથા માર્ચમાં પણ બીજો અને ચોથો શનિવાર, તમામ રવિવાર તેમજ 11 અને 31 માર્ચે જાહેર રજાના દિવસોએ સવારે 9.30 થી બપોરે 2 વાગ્યા સુધી તમામ વોર્ડ કચેરીઓનો રેવન્યુ વિભાગ ચાલુ રખાશે. વધુમાં બાકી મિલકત વેરો પાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર ઓનલાઈન ભરી શકાશે. તેમજ જરૂર જણાયે સંબંધિત વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગમાં કામકાજના સમયગાળા દરમિયાન સંપર્ક કરી શકાશે.