Vadodara

વેરાનો વિવાદ! વડોદરામાં રેલવેએ VMC ને ચૂકવ્યા ₹2 કરોડ

સુપ્રીમ કોર્ટનો આદેશ’: ₹7 કરોડના બાકી વેરામાંથી રેલવેએ તત્કાળ ₹2 કરોડ ભર્યા; બાકી ₹5 કરોડ પણ ટૂંક સમયમાં ભરાશે

વડોદરા:; છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રેલવે અને વડોદરા મહાનગરપાલિકા વચ્ચેના મિલકત વેરા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ ચુકાદા બાદ રેલવે તંત્રે ઝૂકવું પડ્યું છે અને લાંબા સમયથી બાકી રહેલા રૂ. 7 કરોડના કુલ વેરામાંથી તત્કાળ રૂ. 2 કરોડની રકમ VMCને ચૂકવી આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવેની જમીન અને મિલકતો પરના બાકી મિલકત વેરાની વસૂલાત માટે કાયદાકીય લડત આપવામાં આવી રહી હતી. આ વિવાદ આખરે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે VMCની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
​સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે રેલવે તંત્રએ બાકી વેરો ભરવાની તૈયારી દર્શાવી છે. રેલવે તરફથી VMCને કુલ રૂ. 7 કરોડના બાકી વેરા પેટે પ્રથમ હપ્તા તરીકે રૂ. 2 કરોડનો ચેક સુપરત કરવામાં આવ્યો છે.
VMCના સૂત્રોએ જણાવ્યું હતું કે રેલવે દ્વારા બાકી રહેલો રૂ. 5 કરોડનો વેરો પણ ટૂંક સમયમાં જ ભરપાઈ કરી દેવામાં આવશે. આ સાથે જ વડોદરા મહાનગરપાલિકાની તિજોરીમાં એક મોટી રકમ જમા થશે, જે શહેરના વિકાસ કાર્યોમાં ઉપયોગી બનશે.
​લાંબા સમયથી ચાલતા આ વિવાદના સમાધાનથી VMCને મોટી રાહત મળી છે અને અન્ય સરકારી સંસ્થાઓને પણ મિલકત વેરાની ચૂકવણી અંગે એક સ્પષ્ટ સંદેશ મળ્યો છે.

Most Popular

To Top