Vadodara

વેપારીએ વ્યાજે લીધેલા રૂ.20,48,575 સામે રૂ.23,06,464ચૂકવ્યા છતાં મૂળ રકમની વ્યાજ સાથે માગણી કરી હેરાન કરતા ફરિયાદ

વેપારીએ અગાઉ 17દાગીના ગીરવે મૂકી લીધેલા રૂ.1,00,000 વ્યાજ સાથે ચૂકવી દીધા છતાં દાગીના પરત ન આપી છેતરપિંડી કરી

વેપારીની જાણ બહાર ડ્રોવરમાથી સહી કરેલા બે ચેક બેંકમાં વટાવતાં ચેક બાઉન્સ થયા

(પ્રતિનિધિ) વડોદરા તા. 21

શહેરમાં ફાસ્ટફૂડનો ધંધો કરતા વેપારીએ પોતાના વતનના મિત્ર પાસેથી નાણાંની જરૂરિયાત સમયે કુલ 17 દાગીના સામે રૂપિયા 1 લાખ દર મહિને રૂ.3હજારના વ્યાજે લીધા હતા જે રકમ વ્યાજ સાથે પરત કરી દીધી હતી ત્યારબાદ ધંધા માટે વર્ષ -2023 માં રૂ.20,48,575 ટૂકડે ટૂકડે વ્યાજે લીધા હતા જેની સામે વેપારીએ પોતાના ધંધા પર સ્કેનર મારફતે ઓનલાઇન તેમજ તેમજ તબક્કાવાર બેંક મારફતે કુલ 23,06,464 ચૂકવી આપ્યા છતાં મૂળ રકમ રૂ 20,48,575 ની રકમ વ્યાજ સાથે માગણી કરી તથા દાગીના પરત ન આપી હેરાનગતિ કરતા સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના વતની અને હાલમાં અક્ષર રેસિડેન્સી, અક્ષરચોક ખાતે પરિવાર સાથે રહેતા વિવેકકુમાર રામકિશોર સિંગ શહેરના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.06 પાછળ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષમા સમ્રાટ ફાસ્ટફૂડ નામની દુકાન ચલાવે છે તેઓના વતનના મિત્ર ગૌરીપ્રસાદ શિવપ્રસાદ સિંગ મારફતે વર્ષ 2001મા વડોદરા આવ્યા હતા અને બંને નાણાંની જરૂરિયાત સમયે એકબીજા સાથે નાણાકીય વ્યવહાર કરતા હતા તે દરમિયાન વર્ષ -2016મા વિવેકકુમારે નાણાંની જરૂર પડે ગૌરીપ્રસાદ પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા જેની સામે તેણે ગૌરીપ્રસાદ પાસે 04-સોનાની ચેઇન,02 વીંટી,01માથાનો ટીકો,બે જોડ સોનાના ઝૂમખાં,બે જોડ, કાનના ટોપ, તથા એક સોનાની લકી વાળા ઝૂમખાં મળી કુલ 17દાગીના સાથે જ બેંક ઓફ ઇન્ડિયા નો સહી કરી કોરો ચેક ગેરંટી પેટે આપ્યો હતો આ રકમ દર મહિને રૂ 3,000 વ્યાજ સાથે વર્ષ -2023સુધી ચૂકવી આપ્યા હતા.ત્યારબાદ ફાસ્ટફૂડના ધંધા માટે ગૌરીપ્રસાદ પાસેથી રૂ.20,48,575 ટૂકડે ટૂકડે લીધા હતા જેની સામે ગૌરીપ્રસાદે રકમની વસુલાત માટે પોતાની પત્નીના એકાઉન્ટ નું દુકાન અને પાનના ગલ્લા પર પેટીએમ તા.08-01-2023ના રોજ અને ફોન પે નું ક્યુ આર કોડ તા.14-03-2824 મૂક્યું હતું ત્યારબાદ ગૌરીપ્રસાદે 06-11-2824 ના રોજ દુકાન પર આવી નાણાં ની માંગણી કરતાં વિવેકકુમારે જણાવ્યું હતું કે સ્કેનર મારફતે ઓનલાઇન રૂ.14,28,172જમા થયા હતા તથા બેંક મારફતે ટૂકડે ટૂકડે રૂ 8,58,292ચૂકવી આપ્યા હતા સાથે જ બીજા રૂ.20,000 મળીને કુલ રૂ 23,06,464 વ્યાજ સાથે ચૂકવી આપ્યા હતા અગાઉ પણ રૂ.1,00,000ચૂકવી આપ્યા છતાં 17નંગ દાગીના પરત કર્યા ન હતા તથા
ઓનલાઇન ચૂકવેલા નાણાંને ગૌરીપ્રસાદે “આ તો ફક્ત વ્યાજ છે મૂડી આપવી પડશે તેમ જણાવી મૂડીની રકમ રૂ 20,48,575ની વ્યાજ સાથે માગણી કરી ઝઘડો કર્યો હતો સાથે જ દુકાનના કાઉન્ટરમાથી સહી સાથેનો ચેક યેનકેન પ્રકારે મેળવી રૂ.10 લાખની રકમ ભરીને તેમજ અગાઉના કોરા સહી કરેલા ચેકમાં રૂ 9,99,000રકમ ભરી બેંકમાં જમા કરાવતા અપૂરતા બેલેન્સના કારણે ચેક રિટર્ન થયા હતા જેની વકીલ મારફતે ગૌરીપ્રસાદે નોટિસ આપી હતી.જે અંગેની પૂરાવા સાથેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top