Kalol

વેજલપુર ગ્રામ પંચાયત કચેરીમાંજ સ્વચ્છતાના ધજાગરા ઉડાવતું તંત્ર, કચરો ભરેલું ટ્રેકટર કેટલાક મહિનાથી બંધ હાલતમાં


*વેજલપુર ગ્રામ પંચાયતમાં જ ગંદકી ભરેલું ટ્રેકટર શોભા વધારતું જોવા મળી રહ્યું છે, તો પંચાયત હદ વિસ્તારમાં કેટલી ગંદકી હશે? વહીવટી તંત્રને શુ આ ગંદકી ભરેલ ટ્રેકટર દેખાતું નહિ હોય? સ્વચ્છતાના નામે આવતી ગ્રાન્ટોનો કોને કર્યો ભ્રષ્ટાચાર*

કાલોલ :કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના વહીવટ કરનારાના પાપે લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડી રહ્યું છે. ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સાફ સફાઈ માટે આવતી ગ્રાન્ટો માત્ર કાગળો ઉપર જોવા મળી રહી છે તેવું એક ઉત્તમ ઉદાહરણ વેજલપુર ગ્રામ પંચાયત કચેરીમાં ગંદકી ભરેલું ટ્રેકટર કેટલાક સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. પંચાયતના સતા-ધીશોને આ ગંદકી ભરેલું ટ્રેકટર કચેરીમાં છે તે નહિ દેખાતું હોય?

જો ગ્રામ પંચાયત કચેરીમાં ગંદકી ભરેલ ટ્રેકટર ના દેખાતું હોય તો વેજલપુર ગામની ગંદકી તેમને શુ દેખાવાની છે તેવા અનેક સવાલો વહીવટી તંત્ર ઉપર ઉભા થયા છે. વેજલપુર ગ્રામ પંચાયતનો અંધેર વહીવટ કરનાર લોકો ગ્રામ પંચાયતના ટ્રેક્ટરનો વીમો ૨૦૧૯ થી પૂર્ણ થયો છે તેમ છતાં હજુ સુધી પ્રીમિયમ પણ ભર્યું નથી તેમ છતાં ટ્રેક્ટરનો ઉપયોગ ગામની ગંદકી દૂર કરવા તેમજ પંચાયતના કામ માટે કરવામાં આવતો હતો. અને જો આ ટ્રેક્ટર થી કોઈ અકસ્માત સર્જાય અને કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો વહીવટી તંત્ર ઉપર ઉઠ્યા છે.

Most Popular

To Top