વૃદ્ધાને દાગીનાના બદલે પ્લાસ્ટિકની થેલીમાં પૈસા આપ્યા તે થેલી ચેક કરતાં ચલણી નોટની સાઇઝના કાગળના ટૂકડા મળ્યા
આશરે 12ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર જેની અંદાજે કિંમત રૂ.35,000 તથા આશરે 4 ગ્રામ વજનની સોનાની સેરવાળી બુટ્ટીઓ જેની અંદાજે કિંમત રૂ 6,000મળીને કુલ રૂ.41,000ના મતાની તફડંચી કરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
શહેરના અકોટા વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા ગત તા. 17 મી ફેબ્રુઆરીના રોજ પોતાની ફરજ પર ચાલતા જતા હતા તે દરમિયાન એક યુવકે હિન્દીમાં રેલવે સ્ટેશન નો રસ્તો પૂછ્યો હતો અને પાછળથી અન્ય એક મહિલા અને પુરુષે આવી તેઓને વશીભૂત કરી મહિલાનું સોનાનું મંગળસૂત્ર અને સેરવાળી બુટ્ટી મળીને આશરે કુલ રૂ.41,000ની લઈ મહિલાને પ્લાસ્ટિકની થેલીમાં નકલી કાગળની ચલણી નોટો આપી ત્રિપુટી ફરાર થઇ જતાં આ અંગેની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અકોટા વિસ્તારમાં આવેલા મહાત્મા ગાંધી હાઇટ્સ ખાતે મકાન નંબર ડી -1મા રહેતા પ્રતિભાબેન વિઠ્ઠલભાઈ શિંદે પતિ ,પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે પતિ એસ.આર.પી ના એ.એસ.આઇ.તરીકે નિવૃત્ત જીવન વીતાવે છે પ્રતિભાબેન જેતલપુર પાસે આવેલા વૈષ્ણવી હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવે છે.તેઓ ગત તા. 17મી ફેબ્રુઆરીના રોજ બપોરે 12વાગ્યે રાબેતામુજબ પોતાની નોકરી જવા માટે નિકળ્યા હતા અને જેતલપુર બ્રિજ મહાકાળી મંદિર પાસેથી ચાલતા નોકરી સ્થળે જતાં હતાં તે દરમિયાન એક અજાણ્યા યુવકે વૃદ્ધાને હિન્દી ભાષામાં પોતે ઇન્દોરનો વતની હોય અહીં રસ્તા વિશે અજાણ હોવાનું જણાવતા વૃદ્ધ મહિલાએ રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો બતાવતા હતા તે દરમિયાન એક અજાણ્યો પુરુષ અને મહિલા વૃદ્ધા પાસે આવ્યા હતા અને બનેએ વૃદ્ધાને લારી પાછળ જવાનું કહેતા વૃદ્ધા જાણે વશીભૂત થઇ હોય તેમ લારી પાછળ ગયા હતા જ્યાં બંનેએ તેઓને પહેરેલું મંગળસૂત્ર અને સેરવાળી બુટ્ટી વેચાતી આપી દેવા જણાવતા વૃદ્ધ મહિલાએ સોનાનું આશરે 12ગ્રામ વજનનું મંગળસૂત્ર જેની અંદાજે કિંમત રૂ 35,000 તથા 45ગ્રામ વજનની સેરવાળી બુટ્ટી જેની અંદાજે કિંમત રૂ.6,000 મળીને કુલ રૂ.41,000ની કિંમતના ઘરેણાં આપી દીધાં હતાં દાગીનાના બદલામાં અજાણ્યા ઇસમે એક પ્લાસ્ટિકની થેલીમાં પાર્સલ વૃદ્ધાની થેલીમાં મૂકી તેમાં પૈસા હોવાનું જણાવ્યું હતું અને નજીકના મચ્છી માર્કેટના ઓટલા પર વૃદ્ધાને બેસાડી બંને ઇસમોએ તે અન્ય યુવકને રેલવે સ્ટેશને બેસાડીને આવીએ છીએ તેમ જણાવી ત્રિપુટી ફરાર થઇ ગયા હતા આ તરફ બે કલાક બાદ અજાણ્યા ઇસમો પરત ન આવતાં અચાનક વૃદ્ધાને ચમકારો થયો હતો અને પોતાની થેલીમાં પ્લાસ્ટિકની થેલી ચેક કરતાં ચલણી નોટની સાઇઝના કાગળના ટુકડા મળી આવ્યા હતા જેથી વૃદ્ધાએ વૈષ્ણવી હોસ્પિટલના સાથી કર્મચારીને આ સમગ્ર મામલે જણાવતાં તેઓએ વૃદ્ધ મહિલાના પુત્રને જાણ કરી હતી જેથી વૃધ્ધ મહિલાના પુત્ર નિલેશે માતા સાથે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રિપુટી અંગે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
