દર વર્ષની જેમ આ વર્ષે પણ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન ની દીકરીઓ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સુરક્ષા રૂપી રક્ષા નું કવચ એટલે કે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જવાનો કોઈ પણ તહેવારે પોતાના ઘરે જઈને ઉજવણી કરી શકતા નથી સતત તેઓ નાગરિકોની સલામતી શહેરની સલામતી અને સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની આપતા હોય તેઓ ખડે પગે હાજર રહેતા હોય છે પણ જ્યારે તહેવારની વાત કરવામાં આવે ત્યારે તેઓ કોઇ પણ તહેવાર તેમના પરિવાર સાથે ઉજવી શકતા નથી તે હેતુથી આજરોજ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજે પાંચમા વર્ષે પણ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન ની ૧૫ થી વધુ દીકરીઓએ આજરોજ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોલીસના જવાનોને રાખડી બાંધીને ધન્યતા અનુભવી હતી
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અમિત ચૌહાણ અને સંસાના ઉપપ્રમુખ હરીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે જે દીકરીઓને અમે પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા છે તેનો એક જ ઉદ્દેશ હોય છે કે દીકરીઓના અંદર પણ પોલીસ સ્ટેશનની જે બીક છે પોલીસની જે બીક છે તે તેમના મનમાંથી નીકળી જાય અને પોલીસ પણ આપણા જ મિત્ર છે તે આપણા રક્ષક છે તેવી ભાવનાઓથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દીકરીઓને લઈ ગયા હતા સાથે જ કલકત્તામાં બનેલી ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી એ છે અને જે કૃત્ય કરનાર નરાધામ છે તેના ઉપર સખતમાં સખત સજા થાય જેથી કરીને આખો દેશ તેનું નોંધ લે..