વીરપુર તા.8
વિરપુર તાલુકાના નવીન બારોડા ગ્રામ પંચાયતનુ કામ ખોરંભે પડતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વીરપુર તાલુકાના બારોડા ગામે ચાર માસ અગાઉ નવીન ગ્રામ પંચાયતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયતની નવીન કામગીરીમાં સરકારી ધારાધોરણ મુજબ તેમજ મટીરીયલમા ગેરરીતિ દેખાઈ આવતા ગ્રામજનો દ્વારા વિરોધ ઉભો થતાં કામગીરી યુદ્ધના ધોરણે તંત્રએ દ્રારા અટકાવી દેવામાં આવી હતી. આ નવીન કામગીરી અટકાયાને ચાર મહિનાથી વધુનો સમય વીત્યો હોવા છતાં આજ દિન સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી. ગામમાં ગ્રામ પંચાયતની કામગીરી કરવા માટે અન્ય મકાન ન હોઈ જેના કારણે બારોડા ગ્રામ પંચાયતનો સમગ્ર વહીવટી દફતર બાજુના ગામ ભરોડી ખાતે ભરોડી ગ્રામ પંચાયતમા દફતર લઇ જવામાં આવ્યું છે. જેનાથી બારોડા ગ્રામજનોને ભરોડી ધક્કા ખાવા પડી રહ્યા છે. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
વીરપુરના બારોડા ગામની નવીન ગ્રામ પંચાયતનું કામ ખોરંભે પડ્યું
By
Posted on