Sports

વિશ્વ કપની સેમિફાઇનલમાં પહેલીવાર મોરક્કો પહોંચ્યું : રોનાલ્ડો અને પોર્ટુગલની સફર ખતમ

કતાર: ફિફા વર્લ્ડ કપના (FIFA World Cup) ત્રીજા ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને (Portugal) 1-0થી હરાવીને મોરોક્કોએ (Morocco) જોરદાર અપસેટ સર્જ્યો હતો. આ જીત સાથે મોરક્કોની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. મોરક્કોની ટીમ પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. મોરક્કોની ટીમે ઈતિહાસ રચ્યો છે તેવું આજની મેચ ઉપરથી ચોક્કસ કહી શકાય.આ ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ બની ગઈ છે. આ પહેલા કોઈ આફ્રિકન દેશ ફિફા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. અલ થુમામા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મોરોક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવ્યું. આ હાર સાથે પોર્ટુગલ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું અભિયાન અહીં સમાપ્ત થઈ ગયું. મેચ બાદ રોનાલ્ડો રડતો જોવા મળ્યો હતો અને સ્ટેડિયમની બહાર નીકળી ગયો હતો.

પોર્ટુગલની ટીમ પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હારી
મોરોક્કો પહેલા આફ્રિકાની ત્રણ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ ત્રણેયને હારનો સામનો કરવો પડ્યો હતો. 1990માં કેમરૂન, 2002માં સેનેગલ અને 2010માં ઘાના ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. આ સાથે જ પોર્ટુગલની ટીમ પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. ટીમ આ પહેલા બે વખત સેમીફાઈનલમાં પહોંચી હતી. 1966માં, ડીપીઆર કોરિયાને ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલ દ્વારા 5-3થી અને 2006માં ઇંગ્લેન્ડ દ્વારા પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી હરાવ્યું હતું.

આ હતા મેચના કેટલાક અંશ
પૂર્ણ-સમયનો અંત આવી રહ્યો હતો અને મોરોક્કો અત્યાર સુધી શાનદાર રીતે બચાવ કરી રહ્યું હતું. તેણે પોર્ટુગલને આક્રમણ કરતા અટકાવ્યું હતું. પોર્ટુગલ ઘણા શોટ ચૂકી જાય ગયું હતું અને.આ રીતે પોર્ટુગલ પરત થઇ જતા ટીમે મેજર અપસેટ સર્જ્યો હતો..

પોર્ટુગલ રોનાલ્ડો વિના મેદાનમાં ઉતર્યું
પોર્ટુગીઝ ટીમ સ્ટાર ખેલાડી રોનાલ્ડો વિના મેચમાં ઉતરી હતી. રોનાલ્ડોને સતત બીજી મેચમાં શરૂઆતી-11માં સ્થાન આપવામાં આવ્યું ન હતું. જોકે રોનાલ્ડોને 52મી મિનિટે મેદાન પર બોલાવવામાં આવ્યો હતો. તે રુબેન નેવેસના સ્થાને અવેજી તરીકે મેદાનમાં આવ્યો હતો, પરંતુ કોઈ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો. આ મેચમાં ઉતરવાની સાથે જ રોનાલ્ડોએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે સૌથી વધુ 196 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી. હવે આ રેકોર્ડના મામલામાં રોનાલ્ડો કુવૈતના બદર અલ મુતવાની બરાબરી પર આવી ગયો છે.

Most Popular

To Top