Vadodara

વિશ્વામિત્રી પ્રોજેકટના અનુસંધાને પાલિકામાં રાજાના દિવસે રિવ્યુ બેઠક મળી


તળાવોને ઊંડા કરવા-કેનાલોને સાફ કરીને પહોળી કરવાની કામગીરી અંગે ચર્ચા કરાઈ

વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થવાનું છે જેને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકામાં રજાના દિવસે પણ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અને સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ની અધ્યક્ષતામાં તમામ એન્જિનિય અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કામગીરી તથા તળાવને ઉંડા કરવાની કામગીરી તથા ચેનલોને સાફ કરી અને પહોળી કરવી તે વાતને લઈને રવિવારે રજા ના દિવસે પણ બેઠક કરવામાં આવી હતી.
અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું. વિશ્વામિત્રી , આજવા સરોવર , પ્રતાપપુરા તળાવ અને શહેરને ફરકે આવેલી કાંસો સાફ કરી અને ઊંડી કરવી તેને લઈને આજે તમામ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ને બોલાવી એક બેઠક યોજવામાં આવી હતી ટૂંક સમયમાં આ તમામ તળાવ અને કાંસોનું કામ શરૂ થનાર હોય અધિકારી જોડે બેઠક કરી તમામના મંતવ્ય લીધા હતા અને સૂચનાઓ પણ અપાઈ હતી જેથી જે લક્ષ સો દિવસનું લીધેલું છે તે કરતા રહેલું કામ પૂર્ણ થાય અને ચોમાસા દરમિયાન ફરી ની પરિસ્થિતિ ન થાય અને વિસ્તારો પાણીમાં ઘરકામ ન થાય તે બાબતે ની તૈયારી કરવી એ સૂચનો અધિકારીઓને આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top