Vadodara

વિશ્વામિત્રી નદીના પૂરના ભયને દૂર કરવા કોર્પોરેશન દ્રારા કાંસ અને ગટરની સફાઈ શરૂ કરાઈ


ચોમાસા પહેલા પૂરની પરિસ્થિતિને ખાળવા પ્રી-મોન્સુન તૈયારીઓ


વડોદરા શહેરમાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીના પૂરે શહેરીજનોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા. પૂરના આ પ્રકોપથી શીખ લઈને તાજેતરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના પ્રારંભ પૂર્વે જ શહેરની મહત્વની કાંસોની ઊંડાણકારક સફાઈ શરૂ કરવામાં આવી રહી છે.



દરજીપુરા ખાતેની પાંજરાપોળથી આજવા ચોકડી હાઇવે સુધીના કાંસ પર રિસેકશનની કામગીરી શરૂ કરાઈ છે. અહીં બુલડોઝરના સહારે કાંસની સફાઈ અને ઊંડાણકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે ગંગાનગર અને બોરિયા કાંસની પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનાથી શહેરીજનોને આગામી ચોમાસામાં નદીના પૂરની પરિસ્થિતિથી રાહત મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વિલંબના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ ખાળવા માટે કોર્પોરેશન હવે વધુ સક્રિય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ પહેલા કોર્પોરેશન દ્વારા આજથી શહેરની વિવિધ કાંસોની સફાઈ સફાઈ શરૂ કરવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા સતત અભિયાનો અને નવી પ્રણાલીઓને અમલમાં લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. તાત્કાલિક પ્રવૃત્તિઓ સાથે વરસાદી કાંસના નિકાલ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. શહેરીજનો માટેની સુવિધાઓમાં વધારો કરવા અને નદીના પૂરના જોખમને ઘટાડવા માટે હાલ તંત્ર દ્વારા કાંસોની સફાઈ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top