Vadodara

વિશ્વામિત્રી આસપાસ સયાજી હોટલના સંચાલકો દ્વારા રોડ પર દિવાલ બનાવી દબાણ


શહેરમાં રાહદારીઓને સુવિધા માટે ફૂટપાથ બનાવવામાં આવે છે એ ભીમનાથ બ્રિજ પર ગાયબ



વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભીમનાથ બ્રિજ પાસે હાલ ફૂટપાથ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રીને અડીને આવેલી સયાજી હોટલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી આસપાસ અને રોડ પર મસમોટી દિવાલ બનાવી દેવામાં આવી છે.
જેલરોડથી જેતલપુર રોડ સુધીના રોડ પર હાલ વિકાસ સપ્તાહ અંતર્ગત વડોદરાને સુંદર બનાવવાનું કામ ચાલી રહ્યું હોય ઠેર ઠેર વિકાસના કામો ચાલી રહ્યા છે. જેલ રોડથી જેતલપુર રોડ પર ભીમનાથ બ્રિજ પર પગપાળા જનાર સ્થાનિકો માટે ફૂટપાથ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જ્યાં સયાજી હોટલ સુધી ફૂટપાથ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ ફૂટપાથ ગાયબ થઈ ગયો છે જેનું કારણ માત્ર સયાજી હોટલના સંચાલકો ગણાય છે.
વિશ્વામિત્રી આસપાસના દબાણો દૂર કરવા માટે જ્યારે પાલિકાએ કમર કસી છે અને એક લોકોને નોટિસો બજાવી છે પરંતુ માલેતુજારો માટે જાણે આંખ આદા કાન પાલિકા કરી રહી હોય એમ દેખાઈ રહ્યું છે.
રાહદારીઓનું કહેવું છે સયાજી હોટલના દબાણના કારણે એમના જ બ્રિજ પછીનો રોડ સાંકડો થઈ ગયો છે. જેના લીધે અનેકવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. અનેકવાર પ્રસંગોપાત સયાજી હોટલમાં અનેક લોકો પ્રસંગમાં આવતા હોય તેમના વાહનો રોડ પર જ પાર્ક થતા હોય છે .જેના કારણે આમ નાગરિકને ટ્રાફિકથી અનેક સમસ્યાઓ થતી હોય છે.

સયાજી હોટલના સંચાલકો પર પાલિકા કેમ મહેરબાન છે એ સમજાતું નથી. પરંતુ વિશ્વામિત્રી આસપાસના જેટલા પણ બાંધકામ છે તે તમામ બાંધકામના નોટિસ આપી તોડવાનું કામ હાથ ધર્યું ,પરંતુ સયાજી હોસ્પિટલના સંચાલકો પર પાલિકાના અધિકારીઓ હોદ્દેદારો નેતાઓ ચાર હાથ હોય એમ દેખાઈ આવે છે. ફૂટપાથ બનાવવાની જગ્યા પરત સયાજી હોટલ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top