પૂરની તારાજી બાદ મ્યુનિનું તંત્ર જાગ્યું, દબાણકારોની યાદી તૈયાર કરી,
વડોદરા: શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી પૂરના કારણે લોકોની માલ-મિલકતોને ભારે નુકશાન થયું હતું. તેમજ રોડ પર ભરાયેલા પાણી ઉતરવામાં ખૂબ સમય લાગ્યો હતો. અને તે માટે વિશ્વામિત્રી નદી કાંઠે તેમજ કાંસમાં થયેલા દબાણો જવાબદાર હોવાની ચર્ચા ઊઠી હતી. આથી મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નદીકાંઠા વિસ્તારના દબાણોનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં આશરે 150 જેટલા ગેરકાયદે દબાણો થયાનો રિપોર્ટ મળતા હવે તમામ દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી રહી છે અને ત્યારબાદ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જોકે, સોમવારે જ કેટલાક દબાણકારોએ જાતે જ પોતાના દબાણો હટાવવા માંડ્યા હતા.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. પૂર માટે જવાબદાર એવા વગદાર નેતાઓ તેમજ માલેતુજારોના વિશ્વામિત્રી નદી અને કાંસની ઉપર અને આસપાસ થયેલાં દબાણો હટાવવા માટે ઉગ્ર માગ ઊઠી છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશને પણ દબાણો સામે કાર્યવાહીનું મન બનાવ્યું છે. સર્વે આધારે દબાણોની યાદી તૈયાર કરવા સાથે નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે શહેરીજનોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. વિશ્વામિત્રીમાં આવેલું પૂર નદી અને કાંસની આસપાસ ઊભાં કરાયેલાં ગેરકાયદેસર દબાણોના કારણે જ આવ્યું હોવાનું લોકો પણ માની રહ્યા છે. ત્યારે પાલિકા પર આ દબાણોને દૂર કરવા દબાણ ઊભું થયું છે. માપણીના રિપોર્ટના આધારે મ્યુનિની ટીમોએ દબાણોનો અભ્યાસ કરીને તેની યાદી બનાવી હતી. ચૂંટાયેલી પાંખ સાથે ચર્ચા-વિચારણા કરીને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં જ શહેર ભાજપ પ્રમુખે વિશ્વામિત્રી નદી અને કાંસ પર ઊભાં કરાયેલાં દબાણો પર કડક હાથે કાર્યવાહી કરવા અંગેનું નિવેદન આપ્યું હતું.
વડોદરા પાલિકાના કમિશનર દિલીપ રાણા પર ગાંધીનગરના દબાણથી વિશ્વામિત્રી આસપાસના દબાણને નોટિસ
વડોદરામાં આવેલા વિનાશક પૂરૂ બાદ પ્રજાના ભારે રોષ જોવા મળ્યો હતો. નગરસેવક કે ધારાસભ્ય પણ પોતાના વિસ્તારમાં જઈ શકતા ન હતા. જેના કારણે વડોદરા રાજકારણમાં ભારે ગરમાટો જોવા મળ્યો હતો. પુરનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદી પર પર ગેરકાયદેસર દબાણો અને કાંસો પણ દબાણો ગણાય છે. ત્યારે મુખ્યમંત્રીનું વડોદરા કોર્પોરેશન કમિશનર દિલીપ રાણાને ગાંધીનગરનું તેડું આવ્યું હતું .જે બાદ આજ રોજ વિશ્વામિત્રી ફરતે અને દબાણ કરેલી તમામ ઇમારતોને કોર્પોરેશન દ્વારા નોટિસો આપવાની શરૂઆત કરી હતી. લગભગ 25 જેટલી ઇમારતોને નોટિસ આપવામાં આવી છે.
આ બાબતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું વડોદરા વિશ્વામિત્રી ફરતે ગેરકાયદેસર અને વિશ્વામિત્રી પર દબાણ કરેલા હોય એવી મિલકતોને નોટિસ આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું હાલ 13 જેટલી ઇમારતોને સર્વે બાદ નોટિસ આપવામાં આવી છે. આ સર્વે ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પછી જેટલી મિલકતો વિશ્વામિત્રીની આસપાસ દબાણ કરેલ હોય તપાસમાં ખુલ્યું હતું આ તમામ મિલકતોને 72 કલાકની નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ તેઓ તરફથી લેખિતમાં જવાબ આવશે અને પુરાવા મુકવામાં આવશે ત્યારબાદ તંત્ર ચૂંટાયેલી પાંખ સાથે બેસી નક્કી કરશે. એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્રણ દિવસ બાદ અગર કોઈ મિલકતના માલિક જવાબ આપવામાં સમર્થ હશે કોઈ કારણસર જવાબ ન પહોંચાડી શકે એમ હશે તેઓને એકાદ દિવસનો સમય જવાબ આપવા માટે આપવામાં આવશે.
વડોદરામાં આવેલા પુર બાદ ચુંટાયેલી પ્રાર્થના ધારાસભ્યો નગરસેવકો પોતાના વિસ્તારમાં રાહત સામગ્રી માટે જ્યારે ગયા ત્યારે પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું તેવામાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયાને પણ પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું ત્યારે રોકડિયાએ માંગ કરી હતી કે વિશ્વામિત્રી આસપાસના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરો . જે કારણથી પૂર આવ્યું અને હાલ અમે અમારા વિસ્તારમાં જઈ પણ શકતા નથી. લોકોની નારાજગી અમારે સહન કરવી પડે છે. તાત્કાલિક ધોરણે તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં અને રૂબરૂમાં વિશ્વામિત્રી આસપાસના દબાણો દૂર કરવા માટે અપીલ કરી હતી. આજરોજ વિશ્વામિત્રી થયેલા દબાણો ઇમારતોને નોટીસ આપવાનો કામ શરૂ કરવા આવ્યું ત્યારે રોકડિયાએ જણાવ્યું હતું જ્યારે વડોદરા શહેર ફરી પૂરની પરિસ્થિતિ ન સર્જાય માટે મેં પ્રયત્ન કર્યો હતો. વિશ્વામિત્રી આસપાસના દબાણો દૂર થાય . આજે એમાં મને સફળતા મળી છે. વધુમાં જણાવ્યું હતું ત્રણ દિવસ એટલે કે 72 કલાકનો સમય હાલ જે તે મિલકતોને આપવામાં આવેલો છે. 72 કલાકમાં જે તે દબાણ કરેલી મિલકત દૂર કરવામાં નહીં આવે તો અમે પોતે બુલ ડઝર લઈ નોટિસ આપેલી ઈમારતોને તોડવા પહોંચી જઈશું. તેઓને વધારે સમય આપવામાં નહીં આવે.
પાલિકા દ્વારા નોટિસ મળતા સ્વૈચ્છિકરીતે દબાણ દૂર કરવાનું શરૂ
વિશ્વામિત્રી આસપાસ ગેરકાયદેસર દબાણો અને ઇમારતોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંગળવારે નોટિસ આપવાનો શરૂ કર્યું હતું જેની મદદ ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસની નોટિસ આપવામાં આવી હતી નોટિસ મળતાની સાથે જ કેટલીક ઇમારતો ના માલિકો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્વૈચ્છિક દબાણનો દૂર કરવા માં મેરીલેન્ડ પાર્ટ પ્લોટ ની કેન્ટીન, ગ્લોબલ ડીસ્વકરી સ્કુલ, હરણી તથા વડસર સ્થિત વોટર લીલી ખાતે દબાણો હટાવવાની કામગીરી સ્વેચ્છીક શરૂ કરી દેવામાં આવી છે.