Vadodara

વિશ્વામિત્રીમાં ડી-સીલ્ટીંગની કામગીરીમાં ઝેરી સાપ સહિતના વન્યજીવો રેસ્ક્યુ કરાયા

સયાજીબાગ પ્રાણી સંગ્રહસ્થાન ખાતે સ્થળાંતર કરવાનું પણ આયોજન

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ 4 ઝોનમાં ચાલી રહેલી વિશ્વામિત્રી નદીમાં ડી-સીલ્ટીંગ ની કામગીરી દરમ્યાન વન્યજીવો ને કોઈ પ્રકારની હાની ન પહોંચે તે માટે સંપૂર્ણ કામગીરી દરમ્યાન વડોદરા મહાનગરપાલિકાના ઝૂ વિભાગ દ્વારા શહેર ની વિવિધ NGO ના સ્વયંસેવકોનો સાથ-સહકાર સંપૂર્ણ કામગીરી દરમ્યાન લેવામાં આવી રહ્યો છે. વન્યજીવો ને જરૂરિયાત મુજબ રેસ્કયુ કરવામાં આવી રહ્યા છે અને આવશ્યક સંજોગોમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહસ્થાન ખાતે સ્થળાંતર કરવાનું પણ આયોજન છે .
વન્યજીવો ની રેસ્કયુ ની કામગીરી સ્થાનિક વન વિભાગ ની દેખરેખ હેઠળ થાય છે.


સ્થળ પર રેસ્કયુ કરી અન્ય સુરક્ષિત જગ્યા પર રિલિઝ કરવામાં આવેલ વન્યજીવો ની માહિતી નીચે મુજબ છે:

ઝોન 1 – 0

ઝોન 2 – કોબરા સાપ (1), વાઈપર સાપ (1), ધામણ સાપ (3), બ્રોન્ઝ બેક સાપ (1)

ઝોન 3 – સોફ્ટ-શેલ કાચબો (1), સોફ્ટ-શેલ કાચબા ના ઈંડા (15)

ઝોન 4 – પાટલા ગોહ (1), ખેત બગલો (1)

Most Popular

To Top