Vadodara

વિશ્વામિત્રીના પૂર માટે બુલેટ ટ્રેનના કામ માટે થયેલા દબાણો પણ જવાબદાર


વડોદરા શહેરને તહેસ નહેસ કરનાર પૂર માટે જવાબદાર અનેક કારણોની ચર્ચા થઈ રહી છે, ત્યારે શહેરના એક સામાજિક કાર્યકરે પૂર માટે બુલેટ ટ્રેનના કામ માટે થયેલા દબાણોને પણ જવાબદાર ઠેરવ્યા છે.


વિશ્વામિત્રી નદીમાં બુલેટ ટ્રેન ના કામ અર્થે થયેલા દબાણ અથવા તો હંગામી રોડ જે એક કિનારાથી બીજા કિનારા સુધી બુલેટ ટ્રેનનો સામાન લઇ જવા માટે બનાવ્યો હતો તે પૂર આવતા પહેલા હટાવ્યો ન હતો. જેના અવરોધથી વિશ્વામિત્રીમાં પાણી જવાના નિકાલમાં અકોટાથી ખલીપુર સુધીમાં 5 સ્થળે દબાણ હતા. જે હાલ પૂરના પ્રકોપ kથી નષ્ટ થઇ ચુક્યા છે પણ આ વિશ્વામિત્રી નદી ના દબાણ અને અવરોધ વિશે શહેરના કલેકટર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે જવાબદાર અધિકારીઓને જાણ હતી કે નહિ ?

કેમ કે હાલ સ્થાનિક લોકો અને ખુદ બુલેટ ટ્રેન ની એજન્સી ના સિક્યુરિટી દ્વારા સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવે છે કે પૂર પહેલા આ દબાણો અવરોધો હટાવ્યા નહોતા. જો આટલી મોટી બેદરકારી પ્રસાશન રાખતું હોય તો કલેક્ટરે આની સ્પષ્ટતા કરવી પડશે..

ખલીપુર ગામ ની આગળ વિશ્વામિત્રી નદી જ્યાં દરિયામાં મળે છે ત્યાંના વિસ્તારમાં ઓછા પાણી લોકોની ત્યાં ઘૂસ્યા છે. જયારે ખલીપુરની પાછળ એટલે કે જ્યાં નદીના દબાણ હતા એની પાછળ ના વિસ્તાર જેમકે મકરપુરા, વડસર, કલાલી, અટલાદરા, અકોટા, ફતેગંજ, સમા, સાવલી, વેમાલી જેવા વિસ્તાર જળમગ્ન થઇ ચૂકયા હતા. જો વિશ્વામિત્રી માં 12-13 ઇંચ માં આટલું પૂર આવતું હોય તો અગાઉ 18-20 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે કેમ આવી આપદા નથી આવી ? આ દિશામાં તાપસના આદેશ આપી કલેકટર વિરુદ્ધ પણ પગલાં લેવાય તેવી મુખ્યમંત્રી સમક્ષ.માંગ કરાઈ છે.

Most Popular

To Top