આજે શાંતિથી જ દુનિયાના દુખો, તકલીફો, ગરીબી, શોષણ, ભ્રષ્ટાચારનો અંત આવશે. દુનિયાભરની સરકારો હથિયારો પાછળ જેટલી જંગી બજેટ ફાળવી રહી છે, એટલી શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે નહી જે અત્યંત ચિંતાજનક છે. હૂથી, હિજબુલ્લાહ, હમાસ અને તાલિબાન જેવા ખૂંખાર ઇસ્લામી ઉગ્રવાદી સંગઠનોને અમેરિકાએ શસ્ત્ર-સરંજામ પુરુ પાડયું છે.
અમેરિકા પોતે હથિયારોનો મોટો નિર્માત અને એક યુધ્ધખોર દેશ છે. જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે ‘ગન કલ્ચર’ ના ખુલ્લા હિમાયતી છે. ભારત સામે પણ ચીન અને પાકિસ્તાન જેવા કાયમી શત્રુઓ છે. 1962માં ભારત ઉપર અચાનક હુમલો કરીને તિબેટની હજારો એકર જમીન હડપી લીધી. ચીની સૈનિકો અતિઆધુનિક હથિયારોથી સજ્જ. જયારે આપણા સૈનિકો પાસે કાતિલ ઠંડીમાં બરફમાં પહેરવા માટે ‘સ્નો સૂટ’ પણ નહોતા. તેઓ નેહરૂ જેવા શાંતિ પ્રેમીને લીધે લાકડીઓથી લડતા હતા. પૂર્વ સૈનિક અધિકારીઓએ સમગ્ર હકીક વર્ણાવી છે. પાકિસ્તાને પણ કાશ્મીરનો મોટે ભાગ હડપી લીધો અને આપણી સરકાર જોતી રહી ગઇ. ભારતે મજબૂરીમાં શિક્ષા અને સ્વાસ્થ્ય જેવા પાયાની જરૂરિયાતોની ઉપેક્ષા કરી રક્ષા બજેટ માટે મોટી રકમ ખચર્વી પડે છે. આખી દુનિયાને આજે આ વાત શીખવાની જરૂર છે. ‘ઇસ્ટ અલ્લાહ તેરે જહાં મેં હિંસા કયો હૈ, જંગ હૈ કર્યો? તેરા દિલ તો કિતના પ્યારા, ઇસાનના કા દિલ તંગ હૈ કયો?
સુરત – ઇસ્માઇલ ખાન