પ્રતિનિધિ )વડોદરા,તા.4
વડોદરા શહેર બાદ હવે હાઇવે ઉપર પણ ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડ્યા છે. શહેર નજીકથી પસાર થતા હાઇવે નંબર 8 ઉપર એક કંપનીની એસએસની વિશાળ ટેન્ક લઈને પસાર થઈ રહેલું ટ્રેલર રોંગ સાઈડ ઘૂસતા અન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.



વડોદરા શહેર અને હાઇવે પર દિવસેને દિવસે અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં પણ કેટલાય વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું પાલન કરતા નથી અને તેના કારણે છાસવારે અકસ્માતોની ઘટના બનતી હોય છે. ત્યારે, આજે બપોરે વાસદ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર એક ખાનગી કંપનીની એસએસની મોટી ટેન્ક લઈ ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. જો કે તેણે વાસદથી મહી નદીના બ્રિજ ઉપર રોંગ સાઈડ ઉપર પ્રવેશતા સામેથી આવતા વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા. મહાકાય એસએસની મોટી ટેન્ક સાથે આ ટ્રેલર મીની બ્રિજ ઉપરથી રોંગ સાઈડ પર પસાર થતા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. જોકે એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી પોલીસને બોલાવી લેવામાં આવી હતી. જેથી પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ટ્રેલર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.