વડોદરા રોશની પાર્કના નિવાસી કેતન શાહના પાર્થિવ દેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ઘરે લાવી સ્નેહીજનો, મિત્રો અને કુટુંબીજનોએ પુષ્પાંજલિ અર્પણ કરી અંતિમ વિદાય આપી.

અમદાવાદ ખાતે થયેલી ભયંકર વિમાન દુર્ઘટના દુઃખદ ઘટનાક્રમમાં વડોદરાના રહીશ સ્વ. કેતન શાહ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા . રોશની પાર્ક વિસ્તારના નિવાસી કેતન શાહના પાર્થિવ દેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલથી આજે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો.
આજે સવારે, કેતન શાહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સ્નેહીજનો, મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનો એકત્રિત થયા હતા. સર્વે લોકોએ તેમને અંતિમ વિદાય આપી, પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી. સ્થળે ઊભરાતો શોક અને ગંભીર વાતાવરણ લોકોની ભાવના વ્યક્ત કરી.