Vadodara

વિદ્યુત સહાયક ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોનું ધરણા પ્રદર્શન

કોન્ટ્રાકટના માણસોને હટાવી પાસ ઉમેદવારોની કાયમી ભરતીની માંગ :

132 ડિવિઝનમાં કોન્ટ્રાક્ટના માણસો મૂકી દેતા પાસ ઉમેદવારોની રોજગારી છીનવાઈ :

( પ્રતિનિધી )વડોદરા,તા.5

વડોદરાની રેસકોર્સ સર્કલ ખાતે આવેલી મધ્ય વીજ કંપનીની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ ઉમેદવારો તેમના પડતર પ્રશ્નોની રજૂઆત માટે ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને કોન્ટ્રાકટમાં લેવાયેલા માણસોને તાત્કાલિક ધોરણે હટાવી તેમની જગ્યાએ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોની કાયમી ધોરણે ભરતી કરવા માંગ કરી હતી.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હાલમાં લેવાયેલી વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ ઉમેદવારોની ભરતી વધારે કરવા સામાજિક કાર્યકર મિતેશ પરમાર ની આગેવાની હેઠળ ઉમેદવારો સૂત્રો ચાર પ્લે કાર્ડ બેનર્સ સાથે રેસકોસ વીજ કંપનીની મુખ્ય કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વીજ કંપનીમાં એફઆરટી કોન્ટ્રાક્ટ તથા બંધ કરવા પરીક્ષામાં પાસ તમામ ઉમેદવારને તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવ્યાની માંગ કરી હતી . એમજીવીસીએલમાં નવીન ભરતી પ્રક્રિયામાં ક્યાંકને ક્યાંક ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

હાલ એમજીવીસીએલ કુલ 132 સબ ડિવિઝનમાં આશરે 1000 ઉપરાંત માણસોને કોન્ટ્રાક્ટ પર લીધા છે. જેથી તેમને તાત્કાલિક ધોરણે હટાવીને વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ ઉમેદવારોને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ વિદ્યુત સહાયકના ઉમેદવારો કરી હતી.

ઉમેદવારોએ જણાવ્યું હતું કે, અમે વિદ્યુત સહાયક ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની આપી હતી. એમાં અમે 1350 યુવકો પાસ થયા છે. આ અગાઉ દસ દિવસ પહેલા તા. 24 ના રોજ અમે આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં દસ દિવસનો ટાઈમ માંગ્યો હતો ત્યાં સુધી પણ અમારી સુનવાઈ કરી નથી. એના માટે ફરીથી જવાબ લેવા માટે આવ્યા હતા. જ્યાં સુધી અમને અમારો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. આ લોકોએ 132 સબ ડિવિઝનની અંદર કોન્ટ્રાક્ટ વાળા માણસોને મૂકી દીધા છે.ભરતી કરી દીધી છે. અમારી જગ્યા એ લોકોને મળી ગઈ છે. એટલા માટે હવે અમારી ભરતી કરતા નથી.

Most Popular

To Top