Vadodara

વાસણા- ભાયલી રોડ ફાયર સ્ટેશન ચાર રસ્તા પાસે ટ્રાફિક જામની સમસ્યા

પંચમુખી હનુમાનજી મંદિર નજીક ફાયરસ્ટેશન ચારરસ્તા પાસે ટ્રાફિક પોઇન્ટ્સ ન આપતાં દરરોજના ટ્રાફિક જામથી લોકો પરેશાન સાથે જ અકસ્માતના બનાવો*



એક તરફ સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રોડરસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે સાથે જ રોડરસ્તાઓ ખુલ્લા કરી દેવાયા છે પરંતુ કેટલાક ચરરસ્તાઓ પર સર્કલ ન બનાવતા તેમજ ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક પોઇન્ટ્સ પર ટ્રાફિક જવાનો ન મૂકવામાં આવતા દરરોજના ટ્રાફિક જામ તથા અકસ્માતના બનાવો બની રહ્યાં છે તેવું જ એક પોઇન્ટ્સ એટલે શહેરના વાસણા-ભાયલીરોડ જ્યાં નવીન ફાયરસ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ નજીકમાં જ પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે અહીં ચારરસ્તા પર ટ્રાફિક નિયમન માટે સર્કલ નથી બનાવવામાં આવ્યું. અહીં લોકોની વારંવાર માંગણી છતાં આજદિન સુધી સર્કલ આપવામાં નથી આવ્યું સાથે સાથે ટ્રાફિક શાખા દ્વારા અહીં ટ્રાફિક જવાન પણ ન મૂકાતા અહીં દરરોજના ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની છે અહીં વારંવાર અકસ્માતના પણ બનાવો બનતા હોય છે. નજીકમાં જ ફાયરસ્ટેશન આવેલું છે જો ઇમરજન્સી આગજની કે અન્ય બનાવો બને તો અહીં ફાયરબ્રિગેડ ના વાહનોને જ અવરજવર માટે માર્ગ ખુલ્લો ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે છતાં ટ્રાફિક શાખા કે પાલિકા તંત્રને જાણે અહીં આ દરરોજની સમસ્યા દેખાતી નથી અથવાતો નજર અંદાજ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગે છે. અહીં સ્થાનિક અને સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરી ટ્રાફિકનુ ભારણ ઘટાડવાની કોશિષ કરવામાં આવે છે પરંતુ લોકો સેવાભાવી લોકોને ગાંઠતા નથી પોતાના જોખમે અહીં સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે ખાસ કરીને શનિવારે અહીં પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ભીડ વધુ થતી હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા અહીં વહેલી તકે ચારરસ્તા પર સર્કલ તૈયાર કરવા અને ટ્રાફિક પોઇન્ટ્સ મૂકવાની માગણી કરવામાં આવી છે.

Most Popular

To Top