Madhya Gujarat

વાલિયામાં ડાયાલીસીસ મશીન મુકવા માટે રાજ્યના CM અને આરોગ્યમંત્રીને ભાજપ અગ્રણીએ કરેલી લેખિત રજૂઆત


ભરૂચ,તા.8
સરકારે અગાઉ દરેક તાલુકા દીઠ ડાયાલીસીસ મશીન આપ્યા હતા.જેમાં વાલિયા તાલુકાને પણ આપતા તેની કામગીરી આઉટસોર્સિંગ પદ્ધતિ પ્રમાણે છેક એક કોંઢ ગામડે થોડો સમય ચલાવ્યા બાદ દર્દીઓને કારણે બંધ કરવાની નોબત આવી છે.જેને લઈને હાલના આ વિસ્તારના ડાયાલીસીસનાં દર્દીઓ અંકલેશ્વર ખાતે ખંડેર રોડ પરથી પસાર થઇને જવા માટે મજબુર બનવું પડે છે.આ મુદ્દે ભાજપ અગ્રણીએ રાજ્યના CM અને આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે વાલિયાનું અપાયેલું ડાયાલીસીસ મશીન વાલિયાની જગ્યાએ ગામડામાં પડેલું છે.જે માટે દર્દીઓના હિત માટે વાલીયામાં મુકવા માટે માંગ કરી છે.
કેટલાક વિસ્તારોમાં આમજનતાને આરોગ્યલક્ષી સેવા માટે ભલે સામુહિક આરોગ્ય કેન્દ્ર શરુ કર્યો હોય.પણ કેટલીક સુવિધાઓનો હજુ અભાવ જોવા મળે છે.વાલિયા તાલુકામાં સામાન્ય માણસ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર આરોગ્યલક્ષી સેવા આપતા હોય છે ત્યાં પણ ડાયાલીસીસ મશીન ભલે સરકારે આપ્યું પણ એ એક ગામડાઓમાં મૂકી દેવાયું હોવાથી તેનો લાભ લઇ શકતા નથી.જે માટે ભરૂચ જીલ્લા ભાજપ કારોબારી સભ્ય દિલીપસિંહ મહીડાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના આરોગ્યમંત્રી ડો.ઋષિકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી કે લગભગ દોઢેક વર્ષ પહેલા રાજ્ય સરકારે ડાયાલીસીસ મશીન આપવામાં આવ્યું હતું.જેમાં વાલિયા તાલુકાને પણ મળ્યું હોવાથી શરૂઆતથી જ આ ડાયાલીસીસ મશીન કોંઢ ગામમાં મુકવામાં આવ્યું હતું.જેને લઈને તાલુકાના દર્દીઓ એ વખતે ટીમ કાર્યરત હોવાથી લગભગ 15-20 કિમી દુર કોંઢ ગામે જતા હતા.જો કે હાલમાં આ ડાયાલીસીસ મશીન કાર્યરત ટીમનાં અભાવે બંધ રહેતા વાલિયા તાલુકાના દર્દીઓએ છેક અંકલેશ્વર જવું પડે છે.ખાસ કરીને લાંબા અંતરે જતા દર્દીઓની રાહત થાય એ માટે તાલુકા પેલેસ “વાલિયા”માં મુકવું જોઈએ.
આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.કિશનભાઈ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ડાયાલીસીસ મશીન દોઢેક વર્ષ પહેલા આઉટ સોર્સિંગ વર્કિંગ પદ્ધતિમાં ચાલુ કરાયું હતું.અને દર્દીઓને કારણે થોડા સમયમાં ઉચ્ચ સ્તરેથી બંધ કરી દીધું હતું.હવે વાલિયા તાલુકાના દર્દીઓ ડાયાલીસીસ માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં જતા થઇ ગયા છે.
ઉલ્લેખનીય એ છે કે વાલિયામાં ડાયાલીસીસ મશીન મુકવા માટે વિચારણા હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top