વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે. કરોડોનું નુકસાન અને અસંખ્ય લોકો બેઘર બની માલ-મિલકત- સાધનો ગુમાવી બરબાદ થઈ રહ્યાં છે. હાલમાં બે કારણો જાણવા મળે છે (1) ગેસના બાટલાનું લીકેજ (2) શોર્ટ સર્કિટ (1) ગેસના બાટલા લીકેજ થવાનું કારણ મૂળ કંપની મારફત બાટલામાં ગેસ ભરી સીલ કરવામાં આવે છે. પરંતુ આવા અસંખ્ય બાટલામાંથી ચોરી કરી થોડો ગેસ કાઢી લઈ બીજા ખાલી બાટલામાં ભરવાનું કાવતરું ચાલે છે જે બાટલાનું સીલ કંપનીના સીલ મુજબ ન થતાં ક્યારેક કોઈક બાટલા લીક થતાં આગ લાગે છે અને આવા ગોડાઉન પોલીસ દ્વારા પકડાવામાં પણ આવેલ છે જેને સમાનવ વધનો ગુનો દાખલ કરી તાકીદે સજા થવી જોઈએ. (1) શોર્ટ સર્કિટથી આગ લાગવાના બનાવો બને છે.
જેમાં વ્યવસ્થિત અર્થિંગનો અભાવ પણ હોઈ શકે. આ માટે એવાં કોઈ સાધન હોવાં જોઈએ જે મિટરના જોડાણ પહેલાં લગાવવામાં આવે તો મકાનમાં કંઈ પણ અજુગતું થાય તો જે તે સાધન ડીફયુઝ થઈ જાય. અથવા સ્વીચ ઓફ થઈ જાય. આપણે અનેક પ્રગતિ કરી અવકાશ સુધી પહોંચ્યા પરંતુ ઘર સુધી વ્યવસ્થિત પહોંચ્યાં નથી. આ અંગે G.E.B. કે ટોરેન્ટ કંપની જો સતર્ક બને અને વપરાશ મુજબ અલગ અલગ સાધન મૂકવાં જરૂરી છે તો જ ઘણું નુકસાન બચી જાય. અગ્નિશામકની કામગીરીને પણ રાહત મળે. આ બાબતે વપરાશકારનો સહર્ષ સહકાર મળી જ રહેશે.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.