Vadodara

વાડી સ્વામિનારાયણ મંદિરના દ્વાર પાસે નોનવેજ ફેંકાતા ભક્તોમાં રોષ

          વડોદરા : વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરના ગેટ બહાર નોનવેજ ફેંકવામાં આવતા વિવાદ સર્જાયો છે     કેટલાક અસામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિને ડહોળવા માટે નોનવેજ ફેંકવામાં આવ્યો હોવાનું મનાય છે મંદિર દ્વારા વાડી પોલીસ મથકમાં આ અંગે અરજી કરી તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે તેમજ નોનવેજ ફેંકનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાના વાડી વિસ્તારમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું આશરે 147 વર્ષ જુનુ મંદિર સ્થાપિત છે.

મંદિરની ચારે તરફ લઘુમતી કોમની વસ્તી રહે છે જોકે તમામ લોકો ભાઈચારા એકતાથી વર્ષોથી રહે છે પરંતુ રવિવારે મંદિરના  ગેટ પર કોઈ અજાણ્યા વ્યક્તિઓ ઈંડા ડુંગળી,બ્રેડ અને પાઉં સહિતની નોનવેજની વસ્તુઓ કોથળીમાં ભરી ગેટ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા જેને લઇ હરિભક્તોની લાગણી દુભાઈ છે જે અંગે સ્વામિનારાયણ મંદિર દ્વારા વાડી પોલીસ મથકે અરજી પણ આપવામાં આવી હતી તેમજ શહેરની શાંતિમાં પલીતો ચાંપવાના પ્રયાસ રૂપે નોનવેજ ફેંકવામાં આવ્યું હોવાના આક્ષેપ કરી  કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વાડી વિસ્તાર અતિસંવેદનશીલ વિસ્તાર છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હરકત સામે સમગ્ર વિસ્તારમાં સવારથી જ ઉત્તેજનાસભર માહોલ જોવા મળ્યો હતો.

લાગણી દુભાવાનો પ્રયાસ સાંખી નહી લેવાય
વડતાલ ગાંધીના વાડી સ્વામિનારાયણ મંદિરના  કોઠારી ઘનશ્યામ સ્વામીએ ઘટનાને નિંદનીય ગણાવી જણાવ્યું હતું કે મંદિરના મુખ્ય દરવાજા પર નોનવેજ નાખી અમારો ધર્મ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ થયો છે તેને સાંખી નહીં લેવાય મંદિરના મુખ્ય દરવાજા પાસે જ ઈંડા સહિત દારૂની બોટલ પણ નાખી હતી જેથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે આ ઉપરાંત ઘનશ્યામ સ્વામીએ મહિલા મંદિરની બહાર ઘણા લોકો પેશાબ કરે છે તેને પણ અભદ્ર ગણાવી કોમી વૈમન્સય ફેલાવનારા તત્વોને ઉઘાડો પાડવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

મંદિરના રક્ષણ માટે જરૂર પડે મેદાને પણ ઉતરશે
વાડી સ્વામિનારાયણ મંદિર બહાર નોનવેજ ફેંકવાના હીન કૃત્યથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોની લાગણીને પણ ભારે ઠેસ પહોંચી છે બનાવ બાદ હરિભક્તોમાં ભારે આક્રોશ છે ત્યારે  પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો  મંદીરના રક્ષણ માટે હરિભક્તો મેદાનમાં ઉતરતા પણ ખચકાશે નહિ તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગુનેગારોને શોધી કાર્યવાહી કરો: સામાજીક કાર્યકર
સ્વામિનારાયણ મંદિર બહાર નોનવેજ નાંખવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના ભર્યો માહોલ છે ત્યારે મુસ્લિમ અગ્રણી ફારુક સોનીએ ઘટનાને વખોડી મંદિર આસપાસ કેમેરા લાગ્યા છે ઘટનામાં જે પણ સામેલ છે તેને શોધી તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે તેમજ વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ એકતા અને ભાઇચારો કાયમ રહે.

Most Popular

To Top