Waghodia

વાઘોડિયા સોમેશ્વર રોડ ઉપર એકલવ્ય સ્કૂલ સામે બાઈક સવારનું ગાય સાથે અથડાતા મોત

ફરી એકવાર રખડતા પશુની અડફેટે બાઈક સવારનું મોત નીપજ્યુ હોવાની ઘટના સામે આવી

વાઘોડિયા: વાઘોડિયા ટાઊન સહિત તાલુકામાં રખડતા પશુના કારણે મોતનો આંક વધી રહ્યો છે. ચીપેડ નવનગરી ખાતે રહેતા 38 વર્ષીય ગોપાલભાઈ રણછોડભાઈ સોલંકી નોકરી કરી ઘરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન સોમેશ્વરપુરા રોડ ઉપર એકલવ્ય સ્કૂલની સામે બાઈક લઇ પસાર થતા હતા, ત્યારે અચાનક રોડ ઉપર ગાય દોડી આવતા તેઓ ગાયમાં ભટકાયા હતા. જેના કારણે તેઓ બાઈક સાથે રોડ પર જોરથી પટકાતા માથા તેમજ છાતીના ભાગે ગંભીર પ્રકાર ની ઈજાઓ થતા રાહદારીઓ દ્વારા 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેઓનુ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાના પગલે પરિજનો સાથે મિત્રો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ઘટના અંગેની જાણ વાઘોડિયા પોલીસ મથકે કરાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે રખડતા પશુનો આતંક ન માત્ર વાઘોડિયા ટાઉનમાં પરંતુ ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગો પર પણ જોવા મળી રહ્યો છે.વાઘોડિયા તાલુકામાં રખડતા પશુના કારણે અનેક લોકોએ જીવ થી હાથ ધોઈ બેઠા છે. છતાં વહિવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.પશુ પાલકોના રખડતા પશુ પર અંકુશ કયારે તેવો પ્રશ્ન તાલુકામા ચર્ચાઈ રહ્યો છે.


Most Popular

To Top