વાઘોડિયા તાલુકાના ખંધા વસાહતમાં બની હતી ઘટના
વાઘોડિયા તાલુકાના ખંધા વસાહત ખાતે હોળી ધુળેટી પર્વ નિમિત્તે 2019 ની સાલમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યા બાદ મૃત્યુના પ્રકરણમાં સાવલી અધિક શાસન કોર્ટે આજે ફેસલો સુનાવીને આરોપીને આજીવન કેદની સખત સજા અને સૃષ્ટિ વિરુદ્ધના કેસમાં અલગ દસ વર્ષની સજા અને બંને કેસમાં 50-50, હજાર નો દંડ ફટકાર્યો હતો.
કોર્ટ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના ખંધા વસાહત ગામે 2019 ની સાલમાં હોળી ધુળેટી પ્રસંગે આરોપી સુનીલ રૂમડિયા ભાઈ નકર રહે ખંધા વસાહત તા વાઘોડિયા અને મરણ જનાર સાદકરામ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. તેના પગલે આરોપીએ મરણ જનારને ગોચર જંગલમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. જેના સંદર્ભમાં વાઘોડિયા
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં હત્યા તેમજ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તેમાં આરોપીની ધરપકડ થઈ હતી. જેનો કેસ સાવલી અધિક સેશન્સ જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી સુનિલ નકરને તકસીરવાર ઠેરવ્યો હતો અને હત્યાના ગુનામાં આજ જીવન સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી. સાથે જ 50000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વાઘોડિયા: સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ગળું દબાવી હત્યા કરનારને ૧૦ વર્ષની સજા
By
Posted on