બ્રહ્મશક્તિ જાગૃતિ વિચાર મંચ તથા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર મંડળના સંયુક્ત ઉપક્રમે સુવિધા ઉપલબ્ધ કરાવાઈ
રામેશ્વર મહાદેવ મંદિર ખાતે જરૂરિયાત મંદો માટે ઓર્થોપેડિક સર્જીકલ સાધનોની વ્યવસ્થા ઉપલબ્ધ થશે. શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ સ્થિત પારુલ સોસાયટી જીવન શાંતિ પ્રભુ નગર ની પાસે આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એમ શારીરિક રીતે ઓર્થોપેડિક સર્જીકલ સાધનોની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા દર્દીઓ માટે,વ્હીલ ચેર ,પલંગ, ચાલવા માટે સ્ટેન્ડ,ટેકા માટે લાકડી અને અન્ય જરૂરિયાતના સર્જિકલ સાધનોની ઉપલબ્ધિનું આયોજન બ્રહ્મશક્તિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ના હસ્તે રીબીન કાપીને કાર્યાલય ખુલ્લુ મુકાયું હતું. આ પ્રસંગે તજજ્ઞ ડોક્ટર પ્રીતિબેન ઠાકોર અને રામેશ્વર મંદિર મહાદેવના અગ્રણી પ્રણવભાઈ ત્રિવેદી, રમેશ કાકા, સુનિલભાઈ ચોકસી, વિનોદભાઈ પટેલ,વિજયભાઈ શાહ ઉફૅ શંભુભાઈ સોસાયટીના રહીશો ખૂબ વિશાળ જન સંખ્યામાં ઉપસ્થિત રહીને ઓર્થોપેડિક સાધનોની સહાયનું કેન્દ્ર શરૂ કરાયું એમાં સહભાગી બન્યા હતા.
વાઘોડિયા રોડ રામેશ્વર મંદિરમાં ઓર્થોપેડિક સર્જીકલ સાધન વ્યવસ્થા કેન્દ્ર શરૂ કરાયું
By
Posted on