વડોદરા નજીક હાઇવે પર ચક્કાજામની સમસ્યા વધુ ઘેરી બનતી જાય છે
વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસવે બાદ વાઘોડિયા રોડ પર એક કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
છેલ્લા કેટલાક સમયથી સિવિલ વર્ક, અને નાના મોટા અકસ્માત તેમજ પોલીસના અપૂરતા સ્ટાફને કારણે વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.
વડોદરાથી વાઘોડિયા ની વચ્ચે પણ આવી જ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. જેને કારણે નોકરીયાત તેમજ વિદ્યાર્થીઓને ભારે હેરાન થવું પડે છે. આજે આવી જ રીતે સવારે ટ્રાફિક જામની સમસ્યા થતા એક થી દોઢ કલાક સુધી વાહન ચાલકો અટવાયા હતા.વડોદરાના. જામ્બુવા બ્રિજ પર પણ અવનવર ટ્રાફિક જામ ના દ્ર્શ્યો પાચ પાચ કિલો મીટર સુધી જોવા મળે છે . ટ્રાફિક પોલીસ અને હાઇવે પોલીસના અભાવે લોકો ને હાલાકી ભોગવવી પડતી હોય છે.
વાઘોડિયા રોડ પર જામ થતાં નોકરિયાત અને વેપારીઓને હાલાકી
By
Posted on