Waghodia

વાઘોડિયા પંથકમા વાવાઝોડાના પગલે કેળની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન

આંઘી, વંટોળ અને માવઠાએ ખેડુતોની દુર્દશા કરી

કેળના પાક પર વાવાઝોડાનુ બુલડોઝર ફરી વળ્યું

વાઘોડીયા :
તાલુકામાં ગઈ સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને વરસાદના કારણે ખેતીમા ભારે તારાજી સર્જી છે . વાઘોડિયાના વ્યારા, તવરા, માડોધર, સાંગાડોલ જેવા ગામોમા કેળના પાકને મોટુ નુકશાન પહોંચ્યુ છે. તવરા ગામે વાવાઝોડુ બુલડોઝર બની કેળના ખેતરમા ફરી વળતા કેળનો પાક સંપુર્ણ નાશ પામ્યો છે. ખેતરમા જયા જુઓ ત્યા તારાજી દેખાઈ રહી છે. કેળનો છોડ મૂળથી ઊખડી પડ્યો છે. તો કેટલાક ભાંગી ખેતરમા તુટી પડ્યા છે.

ખેડુતોના માથે ચિંતાની લકીર ઓછી થવાનુ નામ નથી લઈ રહી, ત્યારે આંબાવાડિયામા આંબા પરથી કેરીઓ પણ ખરી પડી છે.કુદરતના કહેર વચ્ચે લાચાર બનેલો બાપડો ખેડુત કમૌસમી માવઠા અને વાવાઝોડાના મારથી થયેલ બાજરી , મકાઈ, કેરી, કેળ જેવા પાકોને નુકશાનીના વળતર પેઠે સરકાર પાસે મીંટ માંડી નુકશાનીના સર્વેની માંગ કરી રહ્યો છે.ખેતીને થયેલ નુકશાની પેટે વડતર ચુકવવા ખેતી અઘિકારીઓને અરજ કરી રહ્યો છે ખાતર પાણી લોહિ પરસેવો સિંચી મહા મહેનતે તૈયાર કરેલ પાક જોતજોતામા આંખોની સામે કુદરતી આફતમા જમીનદોસ્ત બનતા ખેડુત પાયમાલીના આરે આવી ઊ઼ભો છે.

હવામાન વિભાગે 8 મે સુઘી વાવાઝોડા અને કમૌસમી માવઠાની આગાહિ કરતા ઘરતીના તાતનો જીવ પડિકે બંઘાયો છે. આસમાની આફત હજુ ટળી નથી. તેવામા બચી ગયેલો ખેતી પાક પુરેપુરો નષ્ટ થવાની ભીતી ખેડુતો સેવી રહ્યા છે.વાઘોડિયાના વ્યારા, તવરા, માડોધર, સાંગાડોલ જેવા અનેક ગામોમા નુકશાનીના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

Most Popular

To Top