Waghodia

વાઘોડિયા તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઊજવણી સમયે SPCની વિધાર્થિની બેભાન થઈ ઢળી પડી

વાઘોડિયામાં 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે વહિવટી વિભાગની બેદરકારી જોવા મળી

એમ્બ્યુલન્સ હાજર નહિ હોવાથી શાળાના શિક્ષકોની દોડાદોડી થઈ ગઈ

વાઘોડિયા: વાઘોડિયા ડૉ. એન. જી. શાહ સાર્વજનીક હાઈસ્કુલમા વાઘોડિયા વહીવટી વિભાગ દ્વારા 79 મો સ્વાતંત્ર પર્વના ઘ્વજ વંદનનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા અંગેની ચકાસણી કરવામાં ના આવી હોય તેવી બેદરકારી જોવા મળી હતી. આ કાર્યક્રમના સ્થળે સવારે 6:00 વાગ્યાથી શાળાના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામા બોલાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ઘ્વજ વંદન 9:30 વાગે કરવામાં આવ્યું હતું. સાડા ત્રણ કલાકથી ઉભા ઉભા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની હતી. જે દરમ્યાન ભુખ તરસથી વ્યાકુળ ધો. 11ની SPCની વિઘ્યાર્થીની વૈષ્ણવી ગોહિલ બેશુધ્ધ થઈ ઊભી ઊભી પડતા મોઢાના ભાગે ઈજા થઈ હતી.

જોકે શાળામાં અન્ય ખાનગી વાહન હોવા છતાં બાઈક પર વિધાર્થિનીને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં વિદ્યાર્થીનીને મોઢાના ભાગે છ જેટલા ટકા આવતા શાળા સંચાલકોએ પરિવારને જાણ કરી હતી.

અહીં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી હતી. કારણ કે તાલુકા કક્ષાનો આટલો મોટો કાર્યક્રમ હોય. . ધારાસભ્ય, પોલીસ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા અને અન્ય શાળાના વિદ્યાર્થી શિક્ષકોને આમંત્રિત કરાયા હતા. પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓને પડતા મુકાયા હોય તેવી ગંભીર ભુલ સામે આવી છે. વાઘોડિયા THO સીંગના જણાવ્યા મુજબ વહિવટી તંત્રે વાઘોડિયા CHC કે PHC અથવા તો તાલુકા હેલ્થ કચેરીના કોઈપણ આરોગ્ય વિભાગને આમંત્રણ આપ્યુ ન હતું. જેના કારણે વ્યવસ્થાનો પ્રોટોકોલ ભંગ જોવા મળ્યો હતો. આટલી મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓની કે કોઈ અધિકારીની તબિયત લથડે તેવા સંજોગોમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો.

તાલુકા કક્ષાના કાર્યક્રમ દરમ્યાન આ પ્રકારની ગંભીર બેદરકારીથી આરોગ્ય ઈમરજન્સીમા કોઈ વિઘ્યાર્થીઓની જીંદગી ચોક્કસ જોખમાઈ શકે છે.તેના માટે વહિવટી તંત્ર સાથે શાળા પણ એટલીજ જવાબદાર કહેવાય. આટલા દિવસોથી કેવા પ્રકારની વ્યવસ્થા કરવામા આવી છે તે અંગે કોઈ અઘિકારી કે શાળા સંચાલકોએ ઘ્યાન કેમ ના આવ્યુ તે મોટો સવાલ છે ? આ પ્રકારની બેદરકારી બાદ વહિવટી તંત્ર પોતાની ભુલ છુપાવવા આરોગ્ય વિભાગ પર ઠિકરુ ફોડિને નોટીસ આપવાની વાત કરે છે, તંત્ર અને સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે ! જોકે તાલુકા કક્ષાના કાર્યક્રમ અંગે ખરેખર આરોગ્ય વિ઼ભાગને જાણ કરવામા આવી ન હતી, તેવુ તાલુકા હેલ્થ ઓફિસર પાસેથી જાણવા મળ્યું હતુ.

આ પ્રકારની ગંભીર બેદરકારી સામે જીલ્લા વહિવટી તંત્ર કે કલેક્ટર ઘ્વારા તપાસ કરવામા આવે અને જે પણ બેદરકાર જવાબદાર અઘિકારી હોય તેની પર શિક્ષાત્મક પગલા ભરવામા આવે જેથી કરી સરકારના આવા કાર્યક્રમોમાં થતી ગંભીર બેદરકારી નિવારી શકાય.

Most Popular

To Top