મઘરાત્રીએ દુકાનમાંથી ભાગતા ઈસમને પોલીસને હવાલે કર્યો
નાનીમોટી ચોરીનો પુછપરછ દરમ્યાન ભેદ ઊકેલાશે
વાઘોડિયા
નગરમાં ગઈ મધ્ય રાત્રીએ મુખ્ય બજારમાં આવેલ કુમાર શાળા પાસેની સાંઈ જનરલ સ્ટોર નામની દુકાનમાં લાગેલી આગ મામલે સ્થાનિકોએ એક શખ્સને પકડીને પોલીસને સોંપતા પોલીસે એકની અટકાયત કરી છે.જોકે આ ઈસમ ટાઊનની અન્ય ચોરીમા સંડોવાયેલો છે કે કેમ તે દિશામા પણ પોલીસે તપાસ હાથ ધરી છે.ભરત શંકરભાઈ રાઠોડિયા (20) રહે. એસટી ડેપો પાસે, વાઘોડિયાનાઓ એ દુકાનમાં ચોરી કરવાના ઈરાદે બાજુની દુકાનની છત ઉપર ચડી વેપારી રાજેશ ગોવીંદલાલા શાહના દુકાનની કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશી 2600 ની રોકડ ચોરી કરી ત્યારબાદ દુકાનને આગ લગાવી હતી અને આ દુકાને આગ લાગવાથી અનાજ કરીયાણુ સહિતની ચીજવસ્તુઓ બળી જતા આશરે ત્રણ લાખનું નુકસાન થયું હતુ. ઘટના સમયે ચોરી કરી આગ ચાંપી ભાગવા જતા ભરત રાઠોડિયાને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. દુકાનના માલિક રાજેશ ગોવિંદલાલ શાહે આરોપી સામે વાઘોડિયા પોલીસમા ફરિયાદ કરી હતી. વાઘોડિયા પોલીસે ચોરી કરી આગ ચાંપનાર યુવાનની અટકાયત કરી વઘુ તપાસ હાથ ધરી હતી .
