Waghodia

વાઘોડિયામાં 10 તોલા સોનાના ઘરેણાની ચોરી પાસે રહેતા ટેલરે અન્ય બે ઈસમ સાથે કરી હતી

વાઘોડિયામાં થયેલી 10 તોલા સોનાના ઘરેણાની ચોરીનો ભેદ ઊકેલાયો

ઘ્વારકાઘીશ મંદિર પાસેના બંઘ મકાનના તોડિ જાણભેદુએ ચોરીને આપ્યો અંજામ

  • પોલીસે વિવિઘ ટીમો બનાવી તપાસ શરુ કરતા ભેદ ઊકેલાયો



વાઘોડિયા: વાઘોડિયા દ્વારકાધીશ મંદિર પાસે બંધ મકાનના તાળા તોડી તસ્કરો 10 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થતા વાઘોડિયા પોલીસે ચોરીને અંજામ આપનાર ત્રણ સખ્સોની ધરપકડ કરી છે.

વાઘોડિયા દ્વારકાધીશ મંદિર પાસે નિવૃત વન વિભાગના કર્મચારી જીતેન્દ્રકુમાર જયંતીલાલ કાશી વાલાના બંઘ મકાનના દરવાજાનુ તાળું તોડી તસ્કરોએ 100 ગ્રામ જેટલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ચકચારી આ બનાવમા પોલીસે વિવિઘ ટીમો બનાવી તપાસ કરતા ચોરી કરનાર તત્વો જાણભેદુ નિકળ્યા છે.
કાકીનુ અવસાન થતા વડોદરા ખાતે અંતિમ વિધિ માટે રોકાયેલા ઓફિસરના ઘરે કોઈ ના હોવાની જાણ નજીક રહેતા ટેલરને હતી.જે બાદ રાતે મુખ્ય દરવાજાનુ તાળું તોડી ઘરમાં મૂકેલા કબાટ તિજોરી વગેરેમાંથી વિવિધ સોનાના 100 ગ્રામ જેટલા આશરે 8 લાખની કિંમતના ઘરેણાની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ મકાન માલિકે વાઘોડિયા પોલીસને કરતા વડોદરા ગ્રામ્ય DYSP, વડોદરા ગ્રામ્ય LCB તેમજ ફોરેન્સીક વિભાગ અને ડોગસ્કોર્ડ દ્વારા વિવિઘ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ
(1)રાકેશભાઈ સતિષભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30 ધંધો ટેલર 34 સ્નેહલ પાર્ક બજાર સમિતિ , વાઘોડિયા

(2)ફિરોજ ઉર્ફે સલીમ દાઉદભાઈ કાજી (48) ધંધો- કન્સ્ટ્રક્શન મકાન નંબર 3 સાલે પાર્ક સોસાયટી સીટી પોઇન્ટ હોટલ, પાલેજ તાલુકો જીલ્લો ભરૂચ

(3) હાજીભાઈ મહમદભાઈ ઘાંચી 45 ધંધો – ખેતી રહે. કાશીપુરા સરાર તાલુકો કરજન જીલ્લો વડોદરા હાલ રહે. સંતોષનગર જલારામ નગર નવા બજાર કરજણ ની પોલીસે વહેલી સવારે 4 વાગે ઘરપકડ કરી લિઘી છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરી આરોપીઓ અન્ય ઘરફોડચોરીના ગુનામા સંડોવાયેલા છે કે કેમ તે દિશામા તપાસ હાથ ઘરી છે



Most Popular

To Top