Waghodia

વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત

વાઘોડિયા: વાઘોડિયાના ખંધા રોડ પર જીઆઇડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રાયસીંગભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે 60 વર્ષ. પોતાના પશુઓને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા. સાંજનો સમય થઈ ગયો તો પશુઓ ઘરે પહોંચી ગયા હતા, પરંતુ રમીલાબેન રાયસીંગભાઇ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેન ની શોધખોળ હાથ ધરી હતી. બે થી ત્રણ કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંધારો પર જીઆઇડીસી હદ વિસ્તારની સીમમાંથી મળી આવ્યો હતો .પશુ ચરાવવા ગયેલા રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઇલ નુકસાન જોતા રમીલાબેન પર આકાશી વીજળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.વાઘોડિયાના એસટી ડેપો પાસે છાત્રાલય પાછળ ના રહેલા વિસ્તારમાં રહેતા રમીલાબેન રાયસીંગભાઇ સોલંકી નામની આધેડ મહિલાનું મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.બીજી બાજુ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત્યુદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

Most Popular

To Top