લીલાછમ વૃક્ષોનુ ખુલ્લેઆમ નિકંદન, તંત્ર મૌન
વાઘોડિયા: એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી પ્રકૃતિની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે ભાજપ સરકાર વિવિધ કાર્યક્રમો થકી એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષોની જાળવણી માટે મુહિમ ચલાવી રહી છે. પર્યાવરણ અને સમગ્ર સૃષ્ટીના જીવજંતુના રક્ષણ કાજે વૃક્ષોનુ જતન કરવુ જરુરી છે. જેમા સરકારી અઘિકારીઓ, નેતાઓ, ચુંટાયેલા પ્રતીનિધીઓ સહિત ગ્રામજનોએ વૃક્ષોના ઊછેર અને જાળવણી અંગે પ્રતિજ્ઞા લીધી હતી .તો બીજી તરફ કેટલાક ભ્રષ્ટ અઘિકારીઓની મિલી ભગતથી વીરપ્પનો ગેરકાયદેસર લીલાછમ વૃક્ષોનું નિકંદન કરી ખુલે આમ ટ્રેક્ટર, આઈસર ટેમ્પામાં ભરી લાકડા સગેવગે કરતા ઝડપાયા છે. વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં તળાવ પાસે આવેલા ખુલ્લા પડતર જેવા ખેતરમા મસ્ત મોટા વૃક્ષોના કટીંગનો જથ્થો જોવા મળ્યો હતો. એટલું જ નહીં આટલા મોટા જથ્થા સાથે બે ખખડધજ આઇસર ટેમ્પા લાકડા સાથે ભરેલો જોવા મળ્યો હતો.

આ જથ્થામાંથી ટ્રેક્ટરો ઘ્વારા પુરવઠો સગેવગે કરાઈ રહ્યો છે નવાઈની વાત એ છે કે રોડ પર ફરી શકેના એવી બોડી તેમજ DSR નંબર પ્લેટ વગરની ખખડધજ ગાડીઓ જાહેર માર્ગ પર વગર રોક ટોકે આર ટી ઓના નિયમો નેવે મુકી ફેરા કરી રહિ છે. જાહેર માર્ગો પર લોકોનો જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ હોવા છતાં બિન્દાસ ફરે છે. આટલો મોટો બિન વારસી લાકડાનો જથ્થો મળી આવ્યો હોવા છતાં તંત્ર એકબીજાને ખો આપી તપાસ કરવામા ઢીલી નીતિ કરતુ જોવા મળ્યું છે.

લાકડા કાપવા અને પરમિશન જેવી બાબતો મામલતદારને સુપ્રત હોય અમે કાંઈ કરી શકીએ તેમ નથી તેવુ વન વિભાગના અઘિકારીનુ કહેવું છે.બિજી તરફ મામલતદાર હિતેન્દ્ર સિંહ ગોહિલને રજુઆત કરવા છતા સ્થળ મોડે સુધી પહોંચ્યા ન હતા.અને પોતે કલેક્ટર કચેરીએ મિટીંગમા હોવાનુ જણાવી કોઈ લિલા વૃક્ષો કાપવા અંગે પરમીશન ના આપી હોવાનુ જણાવ્યુ હતુ.જોકે પ્રકૃતિ પ્રેમીઓએ વડોદરા જીલ્લા વિકાસ અઘિકારીને ટેલીફોનિક જાણકારી આપતા મોડે મોડે રાતે અંઘારામા નાયબ મામલતદાર સ્થળ ચકાસણી કરવા સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર આશરે 60 થી 70 વૃક્ષો કપાયા હોવાનુ જણાય છે. વાઘોડિયા મામલતદાર કચેરીના અઘિકારીઓએ રાતે કાર્યવાહિ શરુ કરી છે. જોકે લીલા વૃક્ષોના નિકંદન અંગે કોઈપણ પ્રકારની પરમિશન નહિ આપી હોવાનું વાઘોડિયા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીજીની ચાલતી એક પેડ મા કે નામ યોજના અંતર્ગત વૃક્ષોના જતન કરવા તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ છે.આટલા મોટાપાયે ચાલતા ગોરખઘંઘા પાછળ કોણા છુપા આર્શીવાદથી બિન રોકટોક વિરપ્પનો બેધડક વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે.તે તપાસનો વિષય છે. વૃક્ષોના ઉછેર કરવા કરતા વૃક્ષોના નિકંદનમાં મલાઈ હોવાથી આ ધંધો વાઘોડિયા તાલુકામાં ફૂલીફાલી રહ્યો છે.જોકે ગેરકાયદેસર લીલાછમ વૃક્ષ ના નિકંદન ને લઇ પ્રાકૃતિક પ્રેમીઓમાં ઼ભારોભાર નારાજગી જોવા મળી છે.