Vadodara

વાઘોડિયાની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને પોક્સો કોર્ટે 20 વર્ષની કેદ તથા રૂ 1,00,000નો દંડ ફટકાર્યો

દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો એક વર્ષની સાદી કેદ

એટ્રોસીટી એક્ટની કલમ 3(2)(5) તથા 3(2)(5-અ) મુજબ ત્રણ વર્ષની સાદી કેદ તથા રૂ.5,000નો દંડ,જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હૂકમ

(પ્રતિનિધિ) વડોદરા તા. 25

વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ખાતે વર્ષ -2021મા સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી આ કેસમાં 14જાન્યુઆરી 2021 એફ આઇ આર નોધાઇ હતી આ કેસમાં તા.25 ફેબ્રુઆરી 2025ના રોજ જે.એ.ઠક્કર સ્પેશિયલ જજ (પોક્સો) અને એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ વડોદરા (સાવલી) એ આરોપીને પોક્સો કેસ હેઠળ 20વર્ષની સખત કેદ તથા રૂ.એક લાખના દંડની સજા ફટકારી હતી સાથે જ જો દંડની રકમ ભરવામાં આરોપી નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સાદી કેદ ની સજા તથા એટ્રોસીટી એક્ટની કલમ મુજબ આરોપીને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ 5,000નો દંડ તથા દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત ચૂકાદાની વિગત મુજબ, વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021મા સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોધાઇ હતી જે મુજબ વાઘોડિયા ખાતે રહેતા અને પારૂલ કોલેજ નજીક લીમડા ખાતે ચ્હા નાસ્તાની દુકાન કરી ગુજરાન ચલાવતા મહિલાના પતિ વાઘોડિયા જીઆઇડીસીમાં નોકરી કરે છે તેઓને એક સગીર દીકરી વાઘોડિયા ખાતે અભ્યાસ કરતી હતી
અહીં આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશ ભોઈ રહે દહેગામ ભાથીજી ફળિયું ભરૂચ ધીરજ ચોકડીથી ભરૂચ સુધી રીક્ષા ચલાવતો હતો અને નાસ્તો કરવા માટે ભોગ બનનારની દુકાન પર આવતો હતો અને સંબંધો કેળવીને મોબાઈલ પર સંપર્કો કેળવ્યા હતા.
ગત તા. 12-01-2021ના રોજ દીકરીએ પોતાની પિતાને ફોન કરીને પોતે બહેનપણીના ઘરે જાય છે તેમ જણાવ્યું હતું પરંતુ ઘરે પહોંચી ન હતી જેથી તેમણે પોતાના ભાઇને જાણ કરી શોધખોળ કરતા ભાઇએ મડોધર રોડ પરથી સગીરાને શોધી ઘરે લઇ આવ્યો હતો રાત્રે ઘરમાં જમીને સુઈ ગયા બાદ પતિ પત્ની ઘરે પહોંચ્યા ત્યારે સગીર દીકરી જણાય ન હતી જેથી ઘરમાં માતાને પૂછતાં તેઓને પણ જાણ ન હતી પૂછપરછ દરમિયાન ભાઇએ જણાવ્યું હતું કે મડોધર રોડ પર તે આશિષ પટેલ નામના છોકરા સાથે વાત કરતી હતી જેથી આશિષ પટેલના ઘરે જઈને પૂછતાં તે કંઈ જાણતો ન હોવાનું જણાવ્યું હતું જેથી રમેશ ઉર્ફે ક્રિશ્ના પર શંકા ગઈ હતી જેની પોલીસે પૂછપરછ તપાસ કરતા તે સગીરાને એક મહિનાથી ઓળખતો હોવાનું અને પ્રેમસંબંધ હોય સગીરાને પટાવી પોતાના વતન માં લઈ ગયો હતો અને અવારનવાર દુષ્કર્મ આચારતો હતો જેની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ ના આધારે ધરપકડ કરવામાં આવી હતી અને પોકસો તેમજ એટ્રોસીટી સહિત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી જેનો કેસ સાવલીની પોકસો કોર્ટમાં ચાલી જતા જજ જે એ ઠક્કરે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને સાથે જ તબીબો દ્વારા સગીરાના શારીરિક પરીક્ષણ ના પૂરાવાઓ સહિત ની વિગતોને ધ્યાનમાં રાખીને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે જો દંડ ભરવામાં આરોપી નિષ્ફળ જાય તો એક વર્ષની સાદી કેદ સાથે સાથે ઇપીકો 363 ના ગુનામાં ત્રણ વર્ષ અને 3,000 નો દંડ અને ઇપીકો 366 ના ગુનામાં પાંચ વર્ષ અને 5,000 નો દંડ ફટકાર્યો છે તેમજ એટ્રોસીટી ના ગુના માં ત્રણ વર્ષની સજા અને પાંચ હજાર નો દંડ ફટકાર્યો છે તેમજ આરોપી દંડ ની જે રકમ ભરે તે ભોગ બનનારના પરિવારને વળતર તરીકે ચુકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે જ્યારે ગુજરાત વીકટીમ કોમ્પનશેશન સ્કીમ હેઠળ પીડિતાના પરિવારને ચાર લાખની સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવી છે.

Most Popular

To Top