સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ઘટના, આગ ત્રણ કલાકે કાબુમાં આવી
સોલ્વેન્ટ બેરલો ફાટતા અફરાતફરી સર્જાઈ
વાઘોડિયા :
સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નંબર 246 ની ડાયનામિક ઈંક એન્ડ કોટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કલર બનાવવા માટેનું સોલ્વેન્ટ , પિગમેન્ટ અને સોલ્યુશન મટીરીયલ બેરલમાંથી ટેન્કમાં મિક્સિંગ કરતાં સમયે અચાનક આગ લાગી હતી. કંપની માલિક અને બે જેટલા કામદારો કામ કરતાં હતા. પ્રાથમિક તબક્કે આગની ઉજવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે ઈંક અને સોલ્વેન્ટના કારણે પ્રચંડ આગ લાગતા નાસભાગ મચી હતી.ભીષણ આગના ધુમાડાના ગોટેગોટા ઊંચે આકાશ માં દૂર દૂર જોવા મળ્યા હતાં. આગની ઘટનાના પગલે આસપાસની કંપનીઓમાં પણ નાશ ભાગ મચી હતી.

વાઘોડિયા GIDC ખાતે પ્લોટ નં 246 સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અચાનક આગે આખે આખી કંપનીને બાનમાં લીધી હતી. સોલ્વેન્ટના બેરલો ધડાકાભેર ફાટવાની ઘટના બનતા નાસભાગ મચી હતી. આગ કોલ ફાયર વિભાગ વાઘોડિયા અને વડોદરા ફાયર એન્ડ ઇમરજસી વિભાગને મળતા આગને કાબુ કરવા માટે છ ઉપરાંત ફાયર ટીમો કામે લાગી હતી.સોલ્વેન્ટ બેરલોમાં એક પછી એક બ્લાસ્ટ થતા હોવાની વિગતો પણ સામે આવી છે.

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક પોલીસ, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. વાઘોડિયા અને વડોદરાના છ જેટલા અગ્નિસામક દળોએ ત્રણ કલાકની ભારેમત બાદ આગ પર કાબુ સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો.

આગની ઘટનામાં કંપનીનો આખેઆખો શેડ બળીને ખાક થઈ ગયો છે. કંપની અંદર લાગેલી આગ કાબુમા કરવા માટે કંપનીની દીવાલોનો કેટલોક ભાગ જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યો હતો. સોલ્વેન્ટ, પિગમેન્ટ અને સોલ્યુશન બેરલમાંથી ટેન્કમાં ભરતા સમયે લાગેલી આગે લાખો રૂપિયાનું નુકશાન હોવાનું અનુમાન છે. આ બનાવ દરમ્યાન કોઈને કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઇજા પહોંચી ન હતી.આગની ઘટનામાં મોટા પ્રમાણમાં મટીરિયલ બળીને ખાક થઈ હતું.કંપનીમાં જ્વલનશીલ પદાર્થો હોવા છતાં ફાયર સેફટીની કેવા પ્રકારની વ્યવસ્થા છે તે તપાસનો વિષય છે.