માળોધર ઉપર રાત્રિ દરમિયાન વાહન ચાલકો પર હિંસક હુમલો કરતા શ્વાનોનો ત્રાસ
વાઘોડિયા: વાઘોડિયાના રોડ પર રખડતા શ્વાનોનો રાત્રિ દરમિયાન ત્રાસ વઘ્યો છે . ગત્ રોજ બાઈક ચાલકો પર શ્વાને હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
વાઘોડિયામાં દિવસ હોય કે રાત રખડતા શ્વાનનો ત્રાસ વધતા નાગરિકોને હરવું ફરવું મુશ્કેલ બન્યુ છે. તેમાં પણ ખાસ રાત્રિ દરમિયાન નોકરીથી પરત ફરતા બાઈક ચાલકો પાછળ રખડતા શ્વાન પાછળ દોડતા બાઈક ચાલકોના મા઼થે જીવનુ જોખમ તોળાઈ રહ્યું છે. આવી જ એક ઘટના માળોધર રોડ પર બની છે.જેમા સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. માં સખત કોમ્પ્લેક્સ પાસે બાઈક લઈને પસાર થતા બાઈક સવાર પર રોડ પર રખડતા શ્વાનોએ હુમલો કરતા બાઈક સવાર ચાલુ બાઈકે રોડ પર પટકાતા ગંભીર રીતે જાગ્રસ્ત બન્યા હતા જોકે ઈજાગ્રસ્તોને શ્વાનો કરડે તે પહેલા ત્યાંથી પસાર થતા અન્ય બાઇક સવારે શ્વાનોને ભગાડ્યા હતા. અચાનક થયેલા હુમલાના કારણે કયારેક બાઈક ચાલકોને જીવ ગુમાવવાનો વખત પણ આવે છે ત્યારે આવા રખડતા શ્વાનોને ઝડપી પાડવા તંત્ર કેવા પ્રકારની કામગીરી કરી છે તે જોવુ રહ્યુ. !