Waghodia

વાઘોડિયાના રવાલ ગામે યુવકનું પ્રેમિકાના ઘાબે રહસ્યમય મોત

યુવકની હત્યા કે અકસ્માત, ઘેરાતુ રહસ્ય

પેનલ પોસ્ટમોર્ટમ બાદ મોતનુ સાચુ કારણ બહાર આવશે


વાઘોડિયા:
રવાલ ગામે રહેતા 30 વર્ષીય યુવકનો રહસ્યમય સંજોગોમા પ્રેમિકાના ઘાબા પરથી મૃતદેહ મળતા ચકચાર મચી છે. મૃતક યુવકના પરિવારે આડા સંબઘે યુવકની હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરતા પોલીસે વિવિઘ થીયરીના આઘારે તપાસનો ઘમઘમાટ શરુ કર્યો છે.

વાઘોડિયાના રવાલ ગામે રહેતા વિપુલ ઠાકોર ભાઈ સોલંકી(30) એક સંતાનના પિતા છે. તેને ગામની પરણીત યુવતી સાથે પ્રેમ સંબઘ હતો.વિપુલની પ્રેમિકા રક્ષાબંઘન દરમ્યાન પિયરે આવતા તબીયત ઠીક નહિ રહેતા પિયરે રોકાઈ હતી. ગતરોજ વિપુલ ઠાકોરભાઈ સોલંકી (30) રાત્રે જમી પરવારી પ્રેમિકાના ધર પાછળનો વંડૉ કૂદી ધાબા પર મળવા ગયો હતો. જેના ફુટ ફિંગર પણ ઘટના સ્થળ પાસે મળી આવ્યા હતા.જોકે ધરમા પ્રેમિકા નાની દીકરી અને માતા એકલા જ હતા. રાત્રી દરમ્યાન આશરે સાડાનવ વાગે ધાબા પર ધબ જેવો અવાજ સંભળાયો હોવાનુ પ્રેમિકાએ પોલીસને જણાવ્યુ હતુ.જોકે યુવકનો નિર્જીવ દેહ સવારે જોતા આ પરીવારે મૃતકના પરીવારને જાણ કરી હતી. મરનારના ચહેરા , ગરદન અને હાથે સામાન્ય નખ જેવા નિશાન શરીરપર જોવા મળ્યા હતા. વિઘવા ચંપાબેન હસમુખ ભાઈ સોલંકીનાએ બનાવ અંગે પોતાના દિકરાઓને પણ જાણ કરી હતી. રાતે ધાબાપર આવેલો યુવક મૃત હાલતમા જોવા મળતા મૃતકના પરીવારે ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ કરતા ઊચ્ચ અઘિકારીઓ ઘટના સ્થળે પહોંચી આસપાસના સ્થળ સહિત મૃત યુવકના ઘટના સ્થળે ઝીણવટ ભરી તપાસ આરંભી હતી. પોલીસ તપાસ દરમ્યાન ધાબા પર ઊગી નીકળેલા ઘાસમાંથી મૃત યુવકનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સાથેજ ધાબા પર તુટેલા વિજ બોર્ડનો વાયર લટક્તી હાલતમા જોતા પોલીસને રાતે અંઘારામા પ્રેમિકાને મળવા આવેલા યુવકને વિજશોકના કારણે ધાબા પર ફેંકાઈ પડી જવાથી થયાની આશંકા પ્રાથમિક તપાસમા સેવી હતી. જોકે યુવકના મોત અંગે અકસ્માત કે હત્યા એમ બંન્ને થીયરી પર પોલીસ તપાસ કરી રહી છે. યુવકના પિતાએ પુત્રની હત્યા થયાની વાત પર અડગ રહ્યા છે. યુવકના મોત અંગે આડા સંબઘને લઈ હત્યા કર્યાની સાથે યુવતી તેમજ પરીવાર પર આક્ષેપનો મારો ચલાવતા ગામમા ચકચાર મચી હતી.પોતાના કમાઊ દિકરાને રાતે મળવા બોલાવી દગો કરી હત્યા કર્યાનો આક્ષેપ મૃતકના પિતાએ યુવતી અને તેના પરીવાર પર લગાવતા રવાલ ગામમા ચકચાર મચી ગઈ હતી. હત્યા કે અકસ્માતની ગુથ્થી ઊકેલવા વાઘોડિયા પોલીસે FSL અને પેનલ PM કર્યાબાદ યુવકના મોતનુ સાચુ કારણ બહાર આવશે.હાલ પોલીસ તપાસમા યુવક યુવતીના ધર પા઼છળથી ધાબાપર આવ્યાના નિશાન મળી આવ્યા છે. હાલમા પોલીસ પુછપરછ દરમ્યાન યુવતીએ યુવક સાથે કોઈજ પ્રેમ સંબઘ કે ફોનપર વાતચીત નથી થતી તેમ જણાવ્યુ હતુ.હાલ પોતે બીમાર હોય માતાની ત્યાં રોકાઈ છે.જોકે પોલીસને ધાબા પરના ખુલ્લા બોર્ડના વિજ વાયરથી વિજ શોકથી મોત થયાનુ અનુમાન છે. જયારે મૃતકના પરીવારને પુત્રની હત્યા કરાઈ હોવાની શંકા છે. પોલીસે ઘટના સ્થળે વિવિઘ લોકોનુ નિવેદન શરુ કરી પંચક્યાસ રિપોર્ટ તૈયાર કરી, યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી મોતનુ સાચુ કારણ બહાર આવે તે દિશામા તપાસ આરંભી છે.

Most Popular

To Top