આકરી ગરમીમા કૂતરા કરડવાના વઘતા બનાવો
બાળકી સહિત ત્રણને સારવાર અર્થે સયાજી ખસેડ્યા
વાઘોડિયા
વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર ડોગ બાઈટના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે રહેતા 11 જેટલા લોકોને કૂતરા કરડ્યા હોવાની વિગતો સામે આવી છે. આ પૈકી બાળકી સહિત ત્રણ વઘુ ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે રહેતા લોકો શ્વાનના આતંકથી હેરાન પરેશાન થયા છે. ગામમાં કૂતરા કરડવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં 11 લોકોને ડોગ બાઈટના કિસ્સામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા અલવા પીએચસી અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કૂતરાના આતંક વચ્ચે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ નૂર મહંમદ કાસમ મિયા મન્સૂરી (ઉંમર વર્ષ 40), ગણપત મોહન પરમાર (ઉંમર વર્ષ 52), ઝોયા ખાન ઇમરાન ખાન પઠાણ (ઉંમર વર્ષ 13 ) તમામ રહે વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામે જેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલના લાવવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.ઇજાગ્રસ્ત આઘેડ બાળકીને બચાવવા ગયો ત્યારે તેમને પણ અચાનક 15થી 20 બચકા ભર્યા છે. જોકે ફલોર ગામે કૂતરું હડકાયું હોવાની ગ્રામજનોએ વાત કરી હતી આ સિવાય તાલુકાના પીપળીયા કમલાપુરા વાઘોડિયા ખાતે પણ ચાર જેટલા લોકોને ડોગ બાઈટ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
*શ્વાન બાઈટના ઇજાગ્રસ્તોની યાદી*
(1) જોયા ઇમરાન ખાન પઠાણ 13 (2) લક્ષ્મણભાઈ કાંતિભાઈ પરમાર 40
(3) મોહન ભાઈ રામાભાઇ પરમાર 55
(4)ગણપતભાઈ મોહનભાઈ પરમાર 52
(5) જયશ્રીબેન કંચનભાઈ વસાવા 17
(6) મનીલાલ મોહનભાઈ પરમાર 67
(7) મન્સૂરી નૂર મહંમદ કાસમ 45
(8) રાવલ અંજલીબેન અર્જુનભાઈ 19
(9) રાખડીયા સોનલબેન રમણભાઈ 55
(10) રાઠોડીયા સુરજબેન રતિલાલ 50
(11) નામ ખબર નથી તમામ ફલોડના ઈજાગ્રસ્તો ડૉગ બાઈટનો ભોગ બન્યા, જયારે(12) રુમીલ કિશોરભાઈ રાઠવા 6 પીપળીયા (13) રાઠોડિયા પવન કુમાર 10 કમલાપુરા (14) ચૌહાણ હરેન્દ્રસિંહ દોલતસિંહ 30 વાઘોડિયા (15) વાળંદ હીતાક્ષી પરેશભાઈ 8 પીપળીયા ને પણ કુતરુ કરવાથી અલવા પી. એચ. સી પર સારવાર આપવામા આવી હતી.
