Waghodia

વાઘોડિયાના પોલીસ કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત

છેલ્લા અઠવાડિયાથી ફરજ પર હાજર નહોત

આપઘાતનું કારણ રહ્યું અકબંધ

વાઘોડિયા:
વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચી છે. વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા( 32) રહે. અસાર, તા. કવાંટ, જી. છોટા ઊદેપુરના વર્ષ. 2017 મા પોલીસમા ભરતી થયા બાદ પાદરા ડેસર અને છેલ્લે બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજા પર હતા. આજે અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલે વાઘોડિયા માડોધરરોડ સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હુકે ઓઢણી વડે ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો. કોન્સ્ટેબલના પત્ની નર્સ હોય ફર્સ્ટ શિફ્ટમાં ફરજ બજાવી બપોરે આશરે 2:00 વાગે ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હોય બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલત દેખાયા હતા. તેઓની પત્નીએ બૂમાબુમ અને રોકકડ મચાવી હતી.જેથી દોડી આવેલા આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો દ્વારા વાઘોડિયા પોલીસની જાણ કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાના પગલે પોલીસ મથકના સ્ટાફમાં ગમગીની પથરાઈ હતી. લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

જોકે પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર અપઘાત કર્યો છે તે અંગે કોઈ પણ જાતની સુસાઇડ નોટ મળી નથી. જેથી કોન્સ્ટેબલે ભરેલું પગલું રહસ્ય બન્યું છે. પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે તેઓના વતન પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. ખૂબ જ મિલન સાર સ્વભાવના અને હસમુખા યુવા કોન્સ્ટેબલે ભરેલા પગલાં અંગે પોલીસે પરિવારની પૂછપરછ આરંભી છે. માત્ર 32 વર્ષની આયુમાં કોન્સ્ટેબલે આ પ્રકારનુ પગલું કયા કારણસર ભર્યું છે તે અંગેની વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી છે. જોકે ઘટનાના પગલે વાઘોડિયા પોલીસ મથકમાં શોકની લાગણી પ્રવર્તી હતી. વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top