વડોદરા: છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરામાં આવેલ સ્લોટર હાઉસ વિવાદોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ગાજરાવાડી વિસ્તારમાં જે સ્લોટર હાઉસ આવેલું છે તેમાં ગંદકી અને દુર્ગંધ થી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પ્રાણી પ્રેમીઓ પણ કેટલીક વાર આવા સ્લોટર હાઉસનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ દોઢ વર્ષ પૂર્ણ થયા ત્યારે આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા સ્લોટર હાઉસની પ્રથમ વખત મુલાકાત લેવામાં આવી હતી.
વિવાદમાં રહેલા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સ્લોર હાઉસના પરિણામે ગાજરાવાડીનાં મોટાભાગના વિસ્તારોમાં સ્લોટર હાઉસની ગંદકી અને ખરાબ દુર્ગંધ થી ત્રાસી ગયા છે. વારંવાર ત્યાંનાં વિસ્તારના લોકોએ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પાંખ આડા કાન કરી દીધા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ચૂંટણી પતિને દોઢ વર્ષ જેટલો લાંબો સમય થઇ ગયા બાદ આજે પહેલી વાર આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ શાહ દ્વારા ગાજરાવાડી સ્લોટર હાઉસની મુલાકાત લીધી હતી. ત્યારે જણાવ્યું હતું કે સ્લોટર હાઉસના નાના પ્રશ્નો નાં વિષય થી આજ રોજ મુલાકાત કરવામાં આવી છે. અને જરૂરી સૂચનો સ્લોટર હાઉસના અધિકારીઓને આપ્યા હતા.
આ સ્લોટર હાઉસના પ્રશ્નોને લઇને વારંવાર પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રજુઆતો કરી છે તે છતાં પણ પાલિકાના કોઈપણ અધિકારીઓ સમસ્યાના નિરાકરણ લાવતું નથી. ફકતનેં ફકત મોટા મોટા પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના નેતાઓ અહીંયા આવીને મોટી મોટી વાતો જ કરતા હોય છે પણ સમસ્યાનું નિરાકરણ લાવતા નથી તેમ કહી વિસ્તારના લોકોએ પાલિકા તંત્ર સામે રોષ દાખવ્યો હતો. વધુમાં, ડો.રાજેશ શાહ, આરોગ્ય સમિતિના ચેરમેને જણાવ્યુ હતું કે, ગાજરાવાડી સ્લોટર હાઉસની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો સ્લોટર હાઉસના અધિકારીઓને આપ્યા હતા. આ સ્લોટર હાઉસમાં મરેલા પશુઓને બળવા માટે ગેસની પાઇપ લાઇન નાખવા માટેની કાયૅવાહી કરવામાં આવી છે. સ્લોટર હાઉસમાં જે ખાલી પડેલી જગ્યા છે તેમાં પ્લાંટેશન કરવામાં આવશે જેથી ઓસિજન પૂરતા પ્રમાણમાં મળશે.જેથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ મારશે નહિ.
સ્લોટર હાઉસને લઈ મ્યુનિ.કમિ.નું ધ્યાન દોરાયું
સ્લોટર હાઉસની સમસ્યા હતી જેથી મે હમણાજ થોડા દિવસ એટલે પંદર દિવસ અગાઉ જ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સ્લોટર હાઉસની મુલાકાત લીધી હતી ત્યારેજ વડોદરા મહાનગર પાલિકાના મ્યુ. કમિશનર નું ધ્યાન દોર્યું હતું.
– સ્નેહલ પટેલ, નગરસેવક, વોર્ડ ૧૬
આ સ્લોટર હાઉસના પ્રશ્નોને લઇને વારંવાર રજુઆતો કરી છે તે છતાં પણ પાલિકાના કોઈપણ અધિકારીઓ સમસ્યાના નિરાકરણ લાવતું નથી. ફકતનેં ફકત મોટા મોટા પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના નેતાઓ અહીંયા આવીને મોટી મોટી વાતો જ કરતા હોય છે. આ સ્લોટર હાઉસમાં જે સમસ્યા છે તેના નિકાલની વાતો કરતા નથી. આજે પણ ફકત મોટી મોટી વાતો કરી હશે. જે મરેલા પશુ ઓ રાખવાની કેપેસિટી હાલ ઓછી છે તે વધારે કરવી જોઈએ.
– પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ