Charchapatra

વર્ક ફ્રોમ હોમ ઘણું ફાયદાકારક

શહેરોની ટ્રાફિક સમસ્યા પ્રતિદિન ગંભીર બનતી જાય છે. પીક અવર્સમાં લોકો ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ગયા છે. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાયેલાં રહેતાં હોઇ ઓફિસ પર પહોંચતાં ઘણો વિલંબ થાય છે અને પેટ્રોલનો પણ વ્યય ધૂમાડો થાય છે. આ લક્ષમાં લઇ બેંગલુરુમાં ટ્રાફિક પોલીસે અઠવાડિયાના મધ્યમાં એટલે કે બુધવારે ઘરેથી કામ કરવાનું સૂચન કર્યું છે. આ દરખાસ્તનો હેતુ આઇટી કંપનીઓના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. બેંગલુરુ આઇટી કંપનીઓ અને ગ્રેટર બેંગલુરુ આઇટી અને કંપનીઝ એસોસીએશને વર્ક ફ્રોમ હોમ યોજનાને ટેકો આપ્યો છે.

બેંગલુરુમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા અર્થે દર બુધવારે વર્ક ફ્રોમ હોમનું પગલું સ્તુત્ય અને આવકારદાયક છે. માત્ર બેંગલુરુમાં નહીં પણ દિલ્હી, મુંબઇ અને અન્ય શહેરોમાં પણ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે દેશનાં અન્ય તમામ મોટાં શહેરોમાં પણ કંપનીઓએ અઠવાડિયામાં એક દિવસ વર્ક ફ્રોમ હોમ રાખવું જોઇએ. જેનાથી ટ્રાફિકની સમસ્યા તો હળવી કરી શકાશે. સાથે પ્રદૂષણની સમસ્યા પણ હળવી કરી શકાશે. સત્તાવાહકો આ અંગે વિચારશે?
પાલનપુર          – મહેશ વી. વ્યાસ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top